સુરત, તા.૨૦
શહેરમાં ચાલી રહેલી ‘સર’ ની કાર્યવાહી બાદ ઉન વિસ્તારમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. ઉન વિસ્તારની બંગાળી બસ્તીમાં લોકો અચાનક ગાયબ થઈ જતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ‘સર’ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, ઉન વિસ્તારમાં કુલ ૯૫૦ રજિસ્ટર્ડ મતદારોમાંથી માત્ર ૪૦૦ મતદારો હાજર હતા, જ્યારે બાકીના લોકો દસ્તાવેજાેની અછતને કારણે ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
‘સર’ ની ટીમો પહોંચતા જ બંગાળી બસ્તીમાં અનેક મકાનો પર તાળા લાગેલા જાેવા મળ્યા. સ્થાનિકો મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં અહીંથી લોકો અચાનક સ્થળાંતર કરી ગયા છે. તપાસ દરમિયાન ઘણા ઘરો ખાલી હોવા સાથે રહેવાસીઓના ઓળખપત્રો અને મતદાર દસ્તાવેજાે ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
આ સમગ્ર મામલામાં ‘બીએલઓ’ ની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. કેવી રીતે મોટી સંખ્યામાં લોકોના નામ મતદાર યાદીમાં દાખલ થયા અને હવે દસ્તાવેજ વગર ગાયબ થઈ ગયા તે અંગે તપાસની માંગ ઊઠી રહી છે. ‘સર’ ની પ્રક્રિયામાં આ એક મોટો ઘટસ્ફોટ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.ઉન વિસ્તારના ભાજપના સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેએ આ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો દાવો છે કે,“ભાગી ગયેલા લોકો બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની ઘુસપેટિયા હોઈ શકે છે. અગાઉની સરકારો દરમિયાન તેમને ખોટી રીતે ભારતીય મતદાર બનાવવામાં આવ્યા હતા.” મરાઠેનો વધુ આરોપ છે કે,“કોંગ્રેસના ખોળામાં બાંગ્લાદેશીઓ બેઠા હતા. વર્ષ ૨૦૦૨ દરમિયાન થયેલી ‘સર’ ની કામગીરીમાં કોંગ્રેસે બાંગ્લાદેશીઓને ભારતના મતદાર બનાવ્યા હતા.”
આ મુદ્દે શહેરની રાજનીતિ ગરમાઈ છે. એક તરફ ભાજપ દ્વારા ગેરકાયદે ઘુસણખોરી અને ખોટી મતદાર નોંધણીના આરોપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વિરોધ પક્ષ તરફથી આ આરોપોને રાજકીય સ્ટંટ ગણાવીને જવાબ આપવાની તૈયારી થઈ રહી છે. વોક થ્રુ અને દ્રશ્યો મીડિયા દ્વારા કરાયેલા વોક થ્રુમાં બંગાળી બસ્તીના ખાલી પડેલા મકાનો, તાળા લાગેલા ઘરો અને સુનસાન ગલીઓના દ્રશ્યો સામે આવ્યા છે, જે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે. આગળ શું? પ્રશાસન તરફથી હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ ‘સર’ ની કાર્યવાહી આગળ વધતા મતદાર યાદીની શુદ્ધતા, ઘુસણખોરી, અને દસ્તાવેજાેની ચકાસણી જેવા મુદ્દાઓ પર કડક પગલાં લેવાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં ‘સર’ ની કામગીરીથી શરૂ થયેલો આ મામલો હવે માત્ર સ્થાનિક નહીં, પરંતુ રાજ્યસ્તરની ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે.









