(સિટી ટુડે) સુરત,તા.૨૦
શહેર સુરતના માથાભારે આરોપી – સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી વિરૂદ્ધ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમા અઠવાલાઈન્સ પો.સ્ટે. ગુન્હા રજી. નં. ૧૧૨૧૦૦૦૫૨૨૦૩૩૨/૨૦૨૨ થી ઈ.પી.કોડની ૩૮૬, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા મની લોન્ડરીંગ એક્ટની કલમ કલમ ૪૦, ૪૨(એ) અને ૪૨(ડી) મુજબનો ગુન્હો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ સદર ગુન્હાના કામે ધી ગુજસીટોક એક્ટ અંગેની કલમ- ૩(૧)(ૈૈ), ૩(૨) અને ૩(૪) મુજબનો કલમનો ઉમેરો કરવામા આવેલ હતો અને આ ગુન્હાના કામે આરોપીની તા.૨૫/૦૩/૨૦૨૨ ના રોજ ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદથી આરોપી ઉપરોક્ત ગુન્હાના કામે જ્યુડીશ્યલ કસ્ટડીમા હતા અને હાલ આરોપી પોરબંદર જેલ મુકામે જ્યુડીશ્યલ કસ્ટડીમા છે. આ ગુન્હાના કામે આરોપીએ ચાર્જશીટ બાદ શહેર સુરતની સ્પેશ્યલ કોર્ટમા જામીન ઉપર મુક્ત થવાને માટે જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી નામંજુર કરવામા આવેલ હતી. ત્યારબાદ આરોપી તર્ફે નામદાર ગુજરાત હાઈકોર્ટમા સદર ગુજસીટોકના ગુન્હામા જામીન ઉપર મુક્ત થવાને માટે જામીન અરજી કરવામા આવેલ હતી. જે જામીન અરજી સુનાવણી માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ જયંતકુમાર પંચાલ તથા વકીલ મોસમ યાગનીક તથા શહેર સુરતના સીનીયર વકીલ ગૌતમ આઈ. દેસાઈ તથા વકીલ ઝફર બેલાવાલા નાઓ હસ્તક સુનાવણી કરવામાં આવેલ હતી અને આજરોજ બંને પક્ષનાઓની વિગતવારની સુનાવણીના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટ નાઓએ આરોપી સાજીદ ઉર્ફે સજ્જ ગુલામ મોહંમદ કોઠારી નાઓને કેટલીક શરતોને આધિન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કરેલ છે.
આ અગાઉ સદર આરોપી વિરૂધ્ધ સને ૨૦૨૧ ની સાલમા અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં અઠવાલાઈન્સ પો.સ્ટે. ગુ.ર.નં.ઃ ૧૧૨૧૦૦૦૫૨૧૦૪૬૦/૨૦૨૧ થી ધી ગુજસીટોક એક્ટ અંગેની કલમ ૩(૧)(ૈૈ), ૩(૨) અને ૩(૪) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ હતો અને તે ગુન્હાના કામે નામદાર સ્પેશ્યલ કોર્ટ, સુરત નાઓએ આરોપી નાઓને જેતે સમયે જામીન ઉપર મુક્ત કરતો હુક્મ કરેલ હતો અને ત્યારબાદ તે હુકમની શરતોની ભંગ બદલ સદર આરોપીના જામીન રદ કરવામા આવેલ હતા અને ત્યારબાદ આરોપી વિરૂધ્ધ ઉપરા છાપરી ચાર થી પાંચ ગુન્હાઓ શહેર સુરતમાં નવા નોંધાયેલ હતા અને તે રીતે આ ઉપરોક્ત ગુન્હામાં શહેર સુરતના તપાસ કરનાર અધિકારી નાઓએ બીજી વખત સદર માથા ભારે આરોપી વિરૂધ્ધ ગુજસીટોક એક્ટ કાયદાનુ શસ્ત્ર વાપરી આરોપીને જેલ ભેગો કરેલ હતો. આરોપી તર્ફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર વકીલ જયંતકુમાર પંચાલ તથા મોસમ યાગનીક તથા શહેર સુરતના સ્થાનિક વકીલ ગૌતમ આઈ. દેસાઈ તથા ઝફર બેલાવાલા નાઓ આરોપીની બચાવ અંગેની કાર્યવાહી કરી રહેલ છે.