- નવા મોબાઇલોના જીએસટી વગરના કાચા બિલો બનાવી સમગ્ર ગુજરાતમાં સપ્લાય કર્યા હોવાની ચર્ચા
- મોબાઇલ ફોનના નામે લાખો રૂપિયાના બિલો બનાવી અમીને જીએસટી ચોરી કરવા અનેક કાચા બિલો ઇશ્યુ કર્યા હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૨૦
સુરત શહેરમાં જીએસટી ચોરો જાણે બેફામ બન્યા હોય તેમ વધુ એક મોબાઇલના ધંધા સાથે સંકળાયેલા અમીન ભાવનગરવાળાએ મોબાઇલ ફોનના નામે કરોડો રૂપિયાના બિલો કાચામાં બનાવી જીએસટી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરત શહેર તથા અન્ય શહેરોમાંથી નવા ફોન મેળવી કાચામાં બિલો બનાવી રોકડા આંગડીયા પેટે પેમેન્ટ વસુલી જીએસટી વગરના બિલો આપી બેફામ ધંધો ચલાવી રહ્યો છે. સુરત શહેરના નાના-મોટા અનેક મોબાઇલ વિક્રેતાઓ સાથે વેપાર કરતો અમીન હાલ સમગ્ર ગુજરાતમાં કાચા બિલ મારફતે મોબાઇલ સપ્લાય કરી રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભરુચ જેવા અનેક શહેરોમાં મોંઘાઘાટ મોબાઇલ ફોનોની જીએસટી વાળા બિલની ચોરી કરી સમગ્ર ગુજરાતમાં પોતાનું નેટવર્ક સ્થાપિત કર્યું છે. અમીન પાસેથી મોબાઇલો અને જીએસટી વગરના બિલો ખરીદનારાઓ પણ જીએસટીની રડારમાં આવે તો નવાઇની વાત નહિં.