Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૯૯૦થી સત્તા છતાં વિકાસના નામે મીંડુ : સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસતી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં ભાજપના જ ધારાસભ્યએ ખોલી દીધી સરકારની વિકાસની પોલ

    ૧૯૯૦થી સત્તા છતાં વિકાસના નામે મીંડુ : સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસતી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં ભાજપના જ ધારાસભ્યએ ખોલી દીધી સરકારની વિકાસની પોલ

    City Today DailyBy City Today DailyDecember 14, 2024

    વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરા પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે
    સુરત,તા.૧૪
    ગુજરાત વિકાસના બણગા ફૂંકતી ભાજપ સુરતના કોટ વિસ્તારનો વિકાસ નથી કરી શકતી. ૧૯૯૦થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું રાજ છે, પરંતુ આટલા વર્ષો પછી પણ કોટ વિસ્તારમાં સુવિધાઓ પૂરા પાડવામાં ભાજપ નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ ઝોનામાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણાં પરિવારો ઝોન છોડી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ આરોપ કોઈ વિપક્ષી પાર્ટી નહીં પરંતુ ભાજપના જ ધારાસભ્યે કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માગ કરી છે, તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યે કબૂલાત કરી છે કે, ભાજપ પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી છે.
    સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી ૯ મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા માટે સીસી રોડ બનાવવાની માગ કરી છે. આ માંગણી સાથે તેઓએ પત્રમાં કહ્યું કે, આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં ૯ મીટર કે તેથી વધુ પહોળાઈવાળા તમામ રસ્તાઓ સીસી રોડ બનાવવાની જાેગવાઈ કરવામાં આવે.
    સેન્ટ્રલ ઝોનની ગલી-રસ્તાઓ તૂટી જાય, ખાડા પડી જાય, વારંવાર રીપેર કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા લાગે છે. મકાનના આંગણા નીચા થતાં જાય છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને જાહેર નાણાંનો વ્યય થાય છે. જેનો ઉકેલ સીસી રોડ બનાવીને થઈ શકે છે.
    ધારાસભ્યે મેયરને લખેલા પત્રમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬થી સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધા ડ્રેનેજ-પાણીની લાઇન બદલવાનું કામ ચાલે છે. લોકો હેરાન-પરેશાન થાય છે, તેમ છતાં સુવિધા મળવાની આશાએ સહન કરી રહ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસતી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ નથી થતી. વિકાસના કોઈ મોટા કામ થતાં નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાં શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પાલિકાથી માંડી રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં સેન્ટ્રલ ઝોનમાં સુવિધા ન મળતાં ધારાસભ્યે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ધારાસભ્યે કબૂલ્યું કે, સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ અને ખાડાવાળા રસ્તાના કારણે ઘણાં પરિવારો ઝોન છોડી અન્યા ઝોનમાં હીજરત કરી રહ્યાં છે. જેથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. જે વિશે ભાજપે આત્મમંથન કરવું જાેઈએ.

    Post Views: 597
    @cantralzone @smc
    Previous Articleવર્તમાન સંસદીય સત્રમાં દેશની ૧૪૦ કરોડ જનતાને સંવૈધાનિક અને સામાજિક ન્યાય તેમજ બિનસાંપ્રદાયિક ઢબે કાનૂનનું રાજ પુનઃસ્થાપિત કરવા અવાજ બુલંદ કરનાર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઈન્ડીયા ગઠબંધનના નેતાઓને અભિનંદન પાઠવતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
    Next Article હુસેન-ડી કંપની દ્વારા બેંક એકાઉન્ટ માટે એક-બે લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.