(સિટી ટુડે) સુરત,તા.૧૪
બોગસ બેંક એકાઉન્ટના ચાલી રહેલા કાંડમાં હુસેન-ડી સાથે અન્ય પાંચ ઇસમો સામે પણ તપાસ જરૂરી બની સોદાગરવાડ ખાતે રહેતા હુસેનના મળતિયાઓમાં અલ્તાફ (રાણી તળાવ), ફહદ મેંમણ (અડાજણ) તથા વિનાયક અને તૌફિક દ્વારા ગેંમીગ ફંડના રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સુરત પોલીસ દ્વારા બારીકાઇપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ નામો બહાર આવે તેમ છે, સુરત શહેરમાં જે રીતે લોકો યુએસડીટી અને બેંક એકાઉન્ટના ધંધામાં સંપડાયેલા છે તેને જાેતા લાગી રહ્યું છે. સુરત પોલીસની પકડ ઢીલી પડી રહી છે. યુએસડીટીના ધંધામાં જે રીતે લોકો ગેંમીગ ફંડને કન્વર્ટ કરવા શોર્ટ-કર્ટનો રસ્તો અપનાવી રહ્યા છે. આ ગેંમીગ ફંડ કયા દેશથી આવે છે? તે મોટો સવાલ ઉભો થયો છે. માત્ર થોડા પૈસા કમાવવાની લાલચમાં હુસેન-ડી કંપની દ્વારા એક્સિસ બેંકના એકાઉન્ટ અને મોબાઇલ નંબર માટે એક લાખથી બે લાખ રૂપિયા સુધી ચૂકવી લોકોના બેંકના એકાઉન્ટોમાં અન્ય દેશોમાંથી ગેંમીગ ફંડ ઉતારી તેને યુએસડીટીમાં કન્વર્ટ કરી રહ્યા છે જે અંગેની તપાસ ખુદ સુરત પોલીસ કમિશનર કરાવે તેવી સમયની માંગ ઉભી થઇ છે.