Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું

    હીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું

    City Today DailyBy City Today DailyDecember 17, 2024

    સુરત, તા.૧૭
    સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું અકસ્માતમાં મોત થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પૂરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. અકસ્માત ને પગલે તેમને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતું ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું. પોલીસ કોન્સ્ટેબલના મોતથી પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ જાેવા મળ્યો છે.
    મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ ૧૬ /૧૨/ ૨૦૨૪ ના રોજ રાત્રે ૮ઃ૦૦ વાગ્યે નોકરી પૂરી કરી પોતાના ગામ મહુવા આવતા હતા તે દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેથી પોલીસ કોન્સ્ટેબલે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધી ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તાત્કાલિક જ તેમને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું.
    આ અંગે મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાના કાકા કસ્તુરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારો ભત્રીજાે સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. ગઈકાલે તે પોતાની ફરજ પૂરી કરી પોતાના ઘરે સુરત જિલ્લાના મહુવા ગામમાં જ્યાં રહેતા હતા ત્યાં પરત આવ્યો હતો. આ દરમિયાન સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. મારા ભત્રીજાની બાઈકને પાછળથી અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે તેની બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ગંભીર રીતે તે ઇજાગ્રસ્ત થયા હતા.
    તેમને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
    અત્રે ઉલ્લેખનીય છે કે , મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકાની ઉંમર ૫૩ વર્ષ હતી અને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલના મોતને પગલે પોલીસ કર્મચારીઓમાં અને પરિવારજનોમાં શોક નો માહોલ જાેવા મળ્યો છે.

    Post Views: 486
    હીટ એન્ડ રનમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું
    Previous Article‘હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી’ નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી
    Next Article ‘વકીલ મંડળની ચૂંટણીમાં વિવાદ’ કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતા માન્ય રખાયાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, તમામ ફોર્મની ફેરચકાસણી કરાશે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.