હાલ ભૃગર્ભમાં ઉતરી ગયેલ હુસેન-ડી મુંબઇ ખાતે જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં જલસા કરી રહ્યો હોવાની ચર્ચા
(સિટી ટુડે) સુરત,તા.૧૯
સુરત શહેરમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા બિઝનેશ ટાઇકુનોના ગોડફાધરો ગણાતા જુનાગઢના મમ્મુનો સીધો હાથ ગણાતો હુસેન-ડી દ્વારા અગાઉ હૈદરાબાદ ખાતે કેટલાક મહિનાઓ જેલની હવાઓ ખાલ ચુકેલ હોવા છતાં બોગસ એકાઉન્ટના ધંધા થી દુર થવાના બદલે આર્થીક રીકે રીતે પાઇમાલ બનેલા અનેક લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલી દીધેલ છે.
હુસેન-ડીના ગોડફાધર ગણાતા જુનાગઢના મમ્મુના ચાર હાથ હોવાના કારણે બેફામ બનેલો હુસેન-ડી દ્વારા સુરત શહેરના કેટલાક મળતીયાઓના સહારે અનેક ગરીબોના ડોક્યુમેન્ટોનું ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી તેના ઉપર બોગસ એકાઉન્ટી થી લઇ સીમકાર્ડ સુધીની પ્રક્રિયાઓ કરી એકાઉન્ટોમાં ગેમીંગફંડ ઉતારી યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ પોતે પાઇમાલ થઇ ગયા હોવાની વાતો કરી મુંબઇ ખાતે જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં જલસા કરી રહ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, હાલ ભૃગર્ભમાં ઉતરી ગયેલો હુસેન-ડી તેના ગોડફાધર મુંબઇ ખાતે રહેતા જુનાગઢના મમ્મુની છત્રોછાયામાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને હાલ પણ અંજામ આપી રહ્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જુનાગઢના મમ્મુના જીએસટી કૌભાંડો અને હાલ મુંબઇ થી દુબઇના પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સુરતમાં બેસેલા તેના મળતીયાઓને જે તમામ હાલ હુસેન-ડીના સંપર્કમાં છે તેની તપાસ કરવામાં આવે તો બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડની તપાસ કરવામાં આવે તો મોટા પાયે હવાલાકાંડ પણ બહાર આવે તેમ છે.