Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી, સ્વેટર સાથે રેઇનકોટ કાઢવાં પડે એવી સ્થિતિ,૨૭-૨૮ ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે

    રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી, સ્વેટર સાથે રેઇનકોટ કાઢવાં પડે એવી સ્થિતિ,૨૭-૨૮ ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે

    City Today DailyBy City Today DailyDecember 21, 2024

    સુરત,તા.૨૧
    ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોએ સ્વેટરની સાથે રેઈનકોટની પણ વ્યવસ્થા કરવી પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ૨૭ અને ૨૮ ડિસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
    હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે. એ મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે, જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
    હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૭ તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે.
    જ્યારે ૨૮ ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ દમણ અને નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે.
    છેલ્લા ૨૪ કલાક દરમિયાન નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડવેવ જાેવા મળી હતી, જેમાં રાજ્યમાં નલિયામાં સૌથી લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું, જ્યારે પોરબંદર અને રાજકોટમાં અનુક્રમે ૧૦.૫ અને ૯.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
    છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૪.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટી વધઘટ જાેવા મળશે નહીં. ત્યાર બાદના દિવસોમાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું વધશે, કારણ કે અરબસાગર ઉપરથી ભેજ ગુજરાત તરફ આવશે. ઈસ્ટરલી અને સાઉથવેસ્ટરલી પવનો ભેગા થવાથી ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.

    Post Views: 761
    ૨૭-૨૮ ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી સ્વેટર સાથે રેઇનકોટ કાઢવાં પડે એવી સ્થિતિ
    Previous Articleભાગાતળાવ જનતા માકેર્ટમાં થયેલા ફય્યાવાટી મર્ડર કેસમાં પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી સેશન કોર્ટ
    Next Article મણિપુરના લોકો રાહ જાેતાં રહી ગયા અને મોદી કુવૈત રવાના

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.