- અમીન સુકરી, સેહનાઝ બાનુ, વકાસ સુકરી, ગજાલાબાનુ ઇમરાન મેમણ ચક્કીવાલા અને આબિદઅલી હૈદરઅલીને કલમ ૩૦૨ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી તથા અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
(સિટી ટુડે) સુરત,તા.૨૧
અઠવાલાઇન પોલીસ સ્ટેશન મુકામે ૨૦૧૬ માં નોંધાયેલ ખૂન ના ગુનામાં કુલ ૧૩ આરોપી પૈકી પાંચ આરોપી નામે અમીન સુકરી, સેહનાઝ બાનુ મહમદ અમીન સુકરી, મહંમદ વકાસ મહંમદ અમીન સુકરી, ગજાલા બાનુ ઇમરાન મેમણ ચક્કીવાલા અને આબિદ અલી હૈદર અલીને સુરતના સેશન જજ આર આર ભટ્ટે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ હેઠળ કસૂરવાર ફેરવી આજીવન કેદની સજા તથા ૨૦,૦૦૦ રૂપિયા દંડ તેમજ ઇન્ડિયન પીનલ કોડ ની કલમ ૩૦૭ હેઠળ દસ વર્ષની સજા અને ૫૦૦૦ રૂપિયા નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફે કુલ ૪૭ સાક્ષીની જુબાની લેવામાં આવી જે પૈકી મોટેભાગના સાક્ષી હોસ્ટેલ થયેલા પરંતુ કદીરા અબ્દુલ કાદર ની જુબાની મહત્વની રહી આ સાહેદે સૌપ્રથમ સર તપાસમાં ફરિયાદ પક્ષને મદદ કરેલી ત્યારબાદ ઊલટ તપાસમાં ફરિયાદ પક્ષ નહીં હકીકતથી વિપરીત બાબત જણાવેલી જેથી જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી તરફે ઉલટ તપાસ પૂર્ણ થયા બાદ સરકાર તરફે તેઓને હોસ્ટેલ જાહેર કરવાની અરજી આપી ફરી તેઓની ઉલટ તપાસ કરેલી જેમાં તેઓ કયા કારણસર હોસ્ટેલ થયેલી તેની બાબત જણાવેલી અને તે જુબાની પણ મહત્વની જુબાની રહી હતી. સરકાર તરફે આ કેસમાં જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તેમજ એડિશનલ પીપી ઉમેશ પાટીલે દલીલ કરી હતી.