Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » GPSCના ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપમાં અટવાયા, રાંદેર પોલીસે સંકટ મોચન બની પરીક્ષા કેન્દ્રએ પહોંચાડ્યાં

    GPSCના ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપમાં અટવાયા, રાંદેર પોલીસે સંકટ મોચન બની પરીક્ષા કેન્દ્રએ પહોંચાડ્યાં

    City Today DailyBy City Today DailyDecember 22, 2024

    સુરત, તા.૨૨
    GPSC પરીક્ષામાં ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા ડાયરેશનના કારણે ખોટા સ્થળે પહોંચ્યા હતા. જે અંગેને જાણ થતા રાંદેર પોલીસ સંકટ મોચન બનીને મદદ પહોંચી ગઈ હતી. જેમાં તમામ પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. સુરત શહેરમાં GPSCની પરીક્ષા માટે ઉમેદવારો અવ્યવસ્થાનો સામનો કર્યો હતો. ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા ૧૦૦ જેટલા પરીક્ષાર્થીઓ પોતાના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાને બદલે ખોટા સ્થળે પહોંચ્યા હતા. આ પરીક્ષાર્થીમાંથી ઘણા વલસાડ, નવસારી અને તાપી જેવા દૂરનાં વિસ્તારોમાંથી આવ્યા હતા. જાે કે, રાંદેર પોલીસના સમયસરના હસ્તક્ષેપ અને મદદથી પરીક્ષા સમય પહેલાં જ તમામ પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત કેન્દ્ર પર પહોંચાડી દેવાયા હતા.

    પરીક્ષાર્થીએ તેમના પરીક્ષા કેન્દ્ર માટે ગૂગલ મેપનો સહારો લીધો હતો. જાે કે, ‘M.A. Girls School’ના બદલે ઘણી વખત ગૂગલ મેપએ તેમને‘M.M.P. School, Rander’પર લઈ જવાનું માર્ગદર્શન આપ્યું. આ કારણે તેઓ લગભગ અઢી કિલોમીટર દૂર ખોટા સ્થળે પહોંચી ગયા. પરિણામે અનેક પરીક્ષાર્થીઓ સમયસર તેમના કેન્દ્ર પર પહોંચવા માટે પડકાર અનુભવી રહ્યા હતા.

    પરીક્ષાર્થીઓની મુશ્કેલીની જાણ થતા રાંદેર પોલીસ તરત જ હરકતમાં આવી. પોલીસની PCR વેન અને રિક્ષાઓની મદદથી ખોટા સ્થળે અટવાયેલા તમામ ઉમેદવારોને ઝડપથી સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા. આ કામગીરી માત્ર આ સમયમાં જ નહીં પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં તમામ પરીક્ષાર્થીઓએ પોતાની પરીક્ષા સમયસર શરૂ કરી હતી. સમયસર કેન્દ્ર પર પહોંચતા પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો અને રાંદેર પોલીસના તાત્કાલિક પ્રયાસો માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.

    Post Views: 357
    GPSCના ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપમાં અટવાયા રાંદેર પોલીસે સંકટ મોચન બની પરીક્ષા કેન્દ્રએ પહોંચાડ્યાં
    Previous Articleમણિપુરના લોકો રાહ જાેતાં રહી ગયા અને મોદી કુવૈત રવાના
    Next Article હુસેન-D અને જુનાગઢના મમ્મુનો નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયો છે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.