હુસેન-ડી અને જુનાગઢના મમ્મુ સામે તપાસ શરૂ કરવા તંત્ર દ્વારા કયાં મુર્હુતની રાહ જાેવાઇ રહી છે?
(સિટી ટુડે) સુરત, તા.૨૨
હુસેન-ડી અને જુનાગઢના મમ્મુ દ્વારા બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડના ધંધામાં રૂપિયા ૫૦ કરોડથી વધુના રોકાણ કર્યા હોવાની વિગતો સપાટીએ આવી છે.
મળતી માહિતી મુજબ, લગભગ ૨૦થી વધુ લોકોની ટીમ સાથે જુનાગઢના મમ્મુ દ્વારા સમગ્ર ગુજરાતમાં નેટર્વક ઉભું કર્યા હોવાનું પણ જણાઇ આવે છે. હુસેન-ડીના ગોડફાધર ગણાતા જુનાગઢના મમ્મુના નેટવર્ક સમગ્ર ગુજરાતના ખુણે ખુણે ફેલાયું છે અને ગુજરાતની બહાર જુનાગઢના મમ્મુના રાઇટ હેન્ડ ગણાતો હૈદરાબાદ, બેંગલોર જેવા અનેક શહેરોમાંથી ડોક્યુમેન્ટોના આધારે બોગસ એકાઉન્ટ અને સીમકાર્ડ જમા કરી જુનાગઢના મમ્મુના સુધી પહોંચે છે. જાે કે, હાલમાં સુરતથી છુમંતર થઇ ગયેલો હુસેન-ડી મુંબઇમાં હોવાની વિગતો સપાટીએ આવી છે. જીએસટી અધિકારીઓના ખાસ ગણાતા જુનાગઢના મમ્મુના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સારા એવા સંબંધો હોવાથી આજ દિવસ સુધી મમ્મુ સામે પગલા લેવાની વાત તો દુર જીએસટી વિભાગ તપાસ શુદ્ધા કરવા તસ્દી લેતું નથી.