Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મુસ્લિમોએ ભક્તો પર કરી પુષ્પવર્ષા, મુઝફ્ફરનગરમાં ૫૪ વર્ષ જૂનાં શિવ મંદિરમાં થઈ પૂજા

    મુસ્લિમોએ ભક્તો પર કરી પુષ્પવર્ષા, મુઝફ્ફરનગરમાં ૫૪ વર્ષ જૂનાં શિવ મંદિરમાં થઈ પૂજા

    City Today DailyBy City Today DailyDecember 23, 2024

    મુઝફ્ફરનગર, તા.૨૩
    સંભલ બાદ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મુસ્લિમ વિસ્તારમાં પણ ૫૪ વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર મળી આવ્યું છે. ખંડેર થઈ ગયેલા આ શિવ મંદિરને સ્વામી યશવીર મહારાજે શુદ્ધિકરણ કર્યું હતું. આ પ્રસંગે સેંકડો લોકો ત્યાં હાજર રહ્યા હતા. અને તેઓ પણ આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
    ઉલ્લેખનીય છે કે, આ મંદિર વર્ષો પહેલા ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને ત્યા કોઈ પૂજા અર્ચના પણ કરવામાં આવતી નહોતી. સ્વામી યશવીર મહારાજના આહ્વાન પર સ્થાનિક સમાજે આ મંદિરને પુનરુદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો હતો. અને સોમવારે ઔપચારિક શુદ્ધિકરણ સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં શુદ્ધિકરણ દરમિયાન વૈદિક મંત્રો અને વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી. મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓએ મંદિરને ગંગા જળ અને દૂધનો અભિષેક કરીને પૂજા માટે યોગ્ય બનાવ્યું. સ્વામી યશવીર મહારાજે જણાવ્યું કે, હવે આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંદિરના શુદ્ધિકરણ સમારોહની ખાસ વાત એ હતી કે, તેમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પોતાની ભાગીદારી જાેવા મળી હતી. તેમણે ભક્તો પર ફૂલોની વર્ષા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. જેના કારણે બંને સમુદાયો વચ્ચે ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો હતો. સ્થાનિક વયોવૃદ્ધ મુસ્લિમ ભાઈએ આ અંગે વાત કરતાં કહ્યું કે, અહીં મંદિર મળતાં અમે ખુશ છીએ, અહીં આવીને લોકો પૂજા અર્ચના કરે તેનાથી કોઈ વાંધો નથી, અમે અમારા યુવાનોને કહ્યું છે કે, અહીં આવનારાઓ ભક્તોનું સ્વાગત કરો. મુસ્લિમ સમુદાય દ્વારા હિન્દુ સમાજના લોકોનું સ્વાગત કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    સ્થાનિક શ્રદ્ધાળુએ આ વાત કરતાં કહ્યું કે, અમારી ઘણી પેઢીઓએ આ મંદિરને ખંડેર હાલતમાં જાેયું છે, આજે તેને પુનઃજીવિત થતું જાેવું એ ગર્વ અને આનંદની વાત છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, હવે આ મંદિરમાં નિયમિત પૂજા- અર્ચના કરવામાં આવશે અને તેને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.

    Post Views: 434
    મુઝફ્ફરનગરમાં ૫૪ વર્ષ જૂનાં શિવ મંદિરમાં થઈ પૂજા મુસ્લિમોએ ભક્તો પર કરી પુષ્પવર્ષા
    Previous Articleલાલગેટ પર આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટને બ્લેક લીસ્ટ કરવા ફરીયાદનો દોર શરૂ
    Next Article હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, નો ડિટેન્શન પોલિસી ખતમ કરવાનો ર્નિણય

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.