અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા સમજ રશીદ આપી અને મનપા દ્વારા નોટીસ આપી હોવા છતાં પાર્કિંગ સંચાલકો દ્વારા બેફામ પાર્કિંગ કરાવી ઉઘરાણા કરવાતા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવા માંગ ઉઠી
(સિટી ટુડે) સુરત, તા.૨૨
લાલગેટ મેઇન રોડ પાસે આવલ વેડીંગ શોરૂમની બાજુમાં ચાલતા મનપા સંચાલીત પે એન્ડ પાર્કમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવી કલાકના ૫૦ રૂપિયા વસુલતા સંચાલક સામે સ્થાનિકો દ્વારા બ્લેક લીસ્ટ કરવા મનપામાં ફરીયાદોનો દોર શરૂ કરાયો હોવાની વિગતો સપાટીએ આવી છે.
સંચાલક દ્વારા સ્લીપ આપ્યા વગર જ ગાડી પાકિર્ંગ કરાવી કલાકના ૫૦ રૂપિયા વસુલતા હોવાની અનેક ફરીયાદો ઉઠતા મનપા દ્વારા હવે પગલા લેવા જરૂરી બની ગયા છે.
સ્થાનિકોની વાત માનીયે તો, કોન્ટ્રાકટર દ્વારા સ્લીપ આપ્યા વગર જ બેફામ ઉઘરાણા કરાઇ રહ્યા હોવાની અને ગાડી પાર્ક કરવા આવનાર લોકો સાથે તોછડું વર્તન કરાતું હોવાની વાત જાણવા મળી રહી છે. મનપાના નિયમો મુજબ સ્લીપ આપ્યા વગર જ ડ્રેસકોડ પહેર્યા વગર આ પાર્કિંગ માં હંમેશા ટોળાઓના જમાવડાઓ જાેવા મળે છે.