નવી દિલ્હી, તા.૨૩
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો ર્નિણય કરતા હવે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે. હવે ધોરણ ૫ અને ધોરણ ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવશે.
નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જાે તે બીજીવાર નાપાસ થાય છે તો તેને આગળ જવા દેવામાં આવશે. શાળા ધોરણ ૮ સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.
સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ ર્નિણય બાદ હવે ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ નાપાસ કર્યા છે.
સરકારનું માનવું છે કે નવી નીતિનો હેતુ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને સારી બનાવવા અને એકેડમિક પરફોર્મંસમાં સુધાર લાવવાનો છે.
મંત્રાલયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધાર કરવાના હેતુથી નો ડિટેન્શન પોલિસીને ખતમ કરવાનો ર્નિણય કર્યો છે. આ નીતિ લાંબા સમયથી ચર્ચામાં હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ ક્લાસ ૫ અને ૮માં વાર્ષિક પરીક્ષામાં નિષ્ફળ થનારા વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવશે. નવી વ્યવસ્થા અનુસાર નિષ્ફળ વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર બીજીવાર પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જાે આ વિદ્યાર્થીઓ બીજીવાર નાપાસ થાય છે તો તેને આગામી વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે. પરંતુ સરકારે તે પણ સ્પષ્ટ કર્યું કે ધોરણ ૮ સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી બહાર કાઢવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું કે આ ર્નિણય બાળકોના અભ્યાસનું પરિણામ સુધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે આ પગલું જરૂરી સમજવામાં આવ્યું છે.
મંત્રાલયે વિશેષ રૂપથી ધોરણ ૫ અને ધોરણ ૮ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.