Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત મનપાએ શહેરની લાજ બચાવવા સફેદ પડદો લગાવ્યો..! ગંદકીથી ઉભરાયેલો ખાડો CMથી છુપાવવા સફેદ કપડાથી કોર્ડન કરી દેવાયો

    સુરત મનપાએ શહેરની લાજ બચાવવા સફેદ પડદો લગાવ્યો..! ગંદકીથી ઉભરાયેલો ખાડો CMથી છુપાવવા સફેદ કપડાથી કોર્ડન કરી દેવાયો

    City Today DailyBy City Today DailyDecember 23, 2024

    સુરત, તા.૨૩
    સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને સૌથી વધારે કામ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે પરંતુ, હજી પણ એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ખાનગી પ્લોટ હોય કે અન્ય મિલકતોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતું હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના રૂટ પર વર્ષોથી એક ખાડો છે તે મુખ્યમંત્રીને દેખાઈ ન જાય તે માટે પાલિકા તંત્રએ આ ખાડાને સફેદ કપડાથી કોર્ડન કરી લીધો હતો. ડભોલી બીઆરટીએસ રૂટ પર લોકોની વર્ષો જૂની સમસ્યા પાલિકા હલ કરી શકતી નથી. આ ખાડો મુખ્યમંત્રી જાેઈ જાય તો શર્મસાર સ્થિતિ સર્જાય, આ કારણોસર પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી દીધો હતો એવું લોકો કહી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા. તેઓ વેડ વિસ્તારમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના હતા. મુખ્યમંત્રી એરપોર્ટથી વેડ તરફ જાય તે રૂટ પર ડભોલી બ્રિજ બાદ શ્યામ દર્શન સોસાયટી આવે છે. આ સોસાયટી અને બીઆરટીએસ રૂટ લાગુ ખાનગી માલિકીની જગ્યામાં વર્ષોથી મોટો ખાડો છે. આ ખાડામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી રોગચાળો ફેલાવવાનો સાથે અકસ્માત થાય તેવી ભીંતિ હોવાની ફરિયાદ વર્ષોથી થઈ રહી છે.
    પાલિકા ખાનગી માલિકીની જગ્યામાં પાણીનો ભરાવો થાય તો લાખો રૂપિયાનો દંડ કરે છે પરંતુ, આ ખાડો વર્ષોથી લોકો માટે આફતરૂપ બની રહ્યો છે પરંતુ, પાલિકા તંત્ર આ ખાડો પુરવા કે જમીન પાલિકા પાસે પુરાવવા કોઈ નક્કર પગલાં ભરતી નથી. જેના કારણે આ ખાડો સ્થાનિકો માટે આફતનો ખાડો બની ગયો છે. આ ખાડા પર પાલિકા ધ્યાન આપતી નથી પરંતુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એરપોર્ટથી ડભોલી બ્રિજથી ડભોલી બીઆરટીએસ રૂટથી વેડ તરફ જવાના હતા. તે રૂટ પર રોડની બરાબર બાજુમાં જ મોટો ખાડો છે. પાલિકાની નિષ્ફળતાનો ખાડો મુખ્યમંત્રી જાેઈ ન જાય તે માટે પાલિકાએ ખાડો પુરવાના બદલે ખાડાની ફરતે સફેદ કાપડ બાંધીને કોર્ડન કરી દીધું હતું. આ પ્રકારની સ્થિતિ ઉભી થાય તે પહેલા જ પાલિકાએ ફરી પગલાં લઈને કામગીરી હાથ ધરવી જાેઈએ તે અનિવાર્ય છે.

    Post Views: 467
    સુરત મનપાએ શહેરની લાજ બચાવવા સફેદ પડદો લગાવ્યો..! ગંદકીથી ઉભરાયેલો ખાડો CMથી છુપાવવા સફેદ કપડાથી કોર્ડન કરી દેવાયો
    Previous Articleગુજરાતભરમાં ધુમ્મસની ચાદર છવાઈ, રાજસ્થાન પર સક્રિય સિસ્ટમ ગાજવીજ સાથે વરસાદ લાવશે
    Next Article વકીલની સલાહ લેવા ગયેલી યુવતી બની હવસનો શિકાર

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.