Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!

    લંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!

    City Today DailyBy City Today DailyDecember 24, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૨૪
    સુરતના લંબે હનુમાન પાસે ખાનગી માલિકી ની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ બી.પી.એમ.સી.એકટ૧૯૪૯ ની કલમ ૨૬૦(૧) મુજબ નોટીસ આપવામાં આવેલ હતી જે નોટીસનો દરગાહના વહીવટકર્તાએ તા.૧૩/૧૨/૨૦૨૧ ના રોજ એસ.એમ.સી તેમજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ને જવાબ આપેલ અને ત્યારબાદ વકફ ટ્રિબ્યુનલમાં તા.૨૭/૧૨/૨૦૨૧ ના રોજ વકફ અધિનિયમનીકલમ ૮૩ મુજબની જાહેરાતનો દાવો વકફ દાવા નં.૩૫૮/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ હતો જે દાવાના કામે તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ વકફ ટ્રિબ્યુનલ એ સ્ટે આપેલ હતો અને ત્યારબાદ વાદી અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. વચ્ચે તા.૧૧/૮/૨૦૨૨ ના રોજ સમાધાન થયેલ અને તે બાબતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. એ પોતાના લેટર પેડ પર લેખિતમાં વાદી વહીવટકર્તાને સમાધાન લખી આપેલ. ત્યારબાદ તા.૧૬/૪/૨૦૨૪ ના રોજ વકફ ટ્રિબ્યુનલએ સ્ટે ઉઠાવી લીધેલ અને વાદીને પુરાવો રજુ કરવા માટે તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ ની તારીખ આપેલ. ત્યારબાદ વહીવટકર્તાએ એસ.એમ.સી માં હઝરત મસ્તાન શાહ બાવા દરગાહ કે જે સુરત શહેર ના વોર્ડ નંબર.૧૫એફ, લોકેશન નં.૨૦૬૧, ઓકયુપાયર નં.૦-૦૦૧ કે જેનો નવો ટેનામેન્ટ નંબર.૧૮એફ-૧૧-૨૦૬૧-૦-૦૦૧, કે જે મોજે નવા ગામ ના રેવન્યુ સર્વે નં.૪૫એ/૧ પૈકી ચાલી આવેલ છે તે મિલકતના સીધીવેરા ખાતાના વેરાબીલમાં સને વર્ષ-૧૯૬૪ માં માત્ર એક જ વેરાબીલ ઓકયુપાયર નં.૦-૦૦૧ થી ચાલી આવેલ ત્યારબાદ સદર મિલકત ની આકારણી કરી નવા નવા ટેનામેન્ટ નંબર.૧૮એફ ૧૧ ૧૮એફ – ૧૧ – ૨૦૬૧ – ૦ – ૦૦૩, ૧૮એફ – ૧૧ – ૨૦૬૧ – ૦ – ૦૦૪, ૧૮ એફ- ૨૦૦૧ -૦ – ૧૧- ૨૦૬૧- – ૦ – ૦૦૫, ૧૮એફ -૧૧- ૨૦૬૧ – ૦ -૦૦૬, આપવામાં આવેલ તે કયા વર્ષમાં આકારણી કરી નવા ટેનામેન્ટ નંબર આપવામાં આવેલ તે ની માહિતી આપવા તેમજ સર્વેયરશ્રી ના રિપોર્ટની પ્રમાણિત નકલ પુરી પાડવા આ.ટી.આઈ એકટ અન્વયે તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ અરજી કરેલ. જે અરજી નો વહીવટકર્તાને આજદીન સુધી કોઈ જવાબ આપવામાં આવેલ નથી. ઉપરોકત જણાવેલ તમામ ટેનામેન્ટ નંબરો ના વેરા બીલમાં જમીન સુરત મહાનગરપાલિકાની નથી તેનો પુરાવો એસ.એમ.સી.પોતે પોતાના વેરાબીલ માં જણાવે છે. આમ મિલકત વકફ ની માલિકી ની મિલકત હોય અને તે અંગે વકફ ટ્રિબ્યુનલમાં દાવો પડતર હોવા છતા વકફ મિલકત ને એસ.એમ.સી ની માલિકી ની જણાવી સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી સુરત શહેરનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.

    Post Views: 1,365
    લંબે હનુમાન પાસે ખાનગી માલિકીની જમીનમાં આવેલ હઝરત મસ્તાન શાહ બાવા દરગાહનું મનપા દ્વારા ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવાયું!
    Previous ArticleRTOમાં સર્વર ૩ દિવસથી ઠપ્પ
    Next Article સેક્સ પિલ ખાઈને ૭ કલાક શરીર સુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત થયું : આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હોવાનો ખુલાસો થયો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.