Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 1
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ‘નામર્દ’ની છાતી પર ‘મર્દ’નું ટેટૂ, ર્નિભયાકાંડમાં આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ કરાયો

    ‘નામર્દ’ની છાતી પર ‘મર્દ’નું ટેટૂ, ર્નિભયાકાંડમાં આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ કરાયો

    City Today DailyBy City Today DailyDecember 25, 2024

    સુરત, તા.૨૫
    ભરૂચના ઝઘડિયામાં ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૧૦ વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના ર્નિભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૮૦ કલાક બાદ મોત થયું હતું. પીડિતાને ૨૩ ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા.
    ૧૦ વર્ષીય બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે આ મામલે પોલીસ આરોપી સામે મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે. એને લઇને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે (૨૫ ડિસેમ્બર) આરોપી વિજય પાસવાનને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
    આરોપી વિજય પાસવાનના કેટલાક ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે એમ ના હોવાને કારણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી. આરોપીને અંદાજે ૧૧ વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી. જાેકે આ દરમિયાન આરોપીની છાતી પર ‘મર્દ’ લખેલું ટેટૂ મળ્યું હતું. આ ઉપરાંત આરોપીના કપાળના ભાગે બે ભમરો વચ્ચે પણ ટેટૂનું એક નાનું ટપકું જાેવા મળ્યું હતું. ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દુષ્કર્મની ઘટનામાં આરોપી સામે પુરાવા એકત્ર કરવાના કામે લાગી છે.
    દુષ્કર્મની ઘટનામાં પોટેન્સી ટેસ્ટનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ ટેસ્ટ દરમિયાન આરોપીના સ્પર્મનો નમૂનો લેવામાં આવતો હોય છે. આરોપી દુષ્કર્મ ગુજારવા માટે સક્ષમ છે કે કેમ તેમજ બાળકી સાથે દુષ્કર્મ બાદ મેડિકલ તપાસમાં જે પુરાવા ભેગા થાય છે એની સાથે મેચ થયા છે કે કેમ એ જાેવું પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ રિપોર્ટના આધારે આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એના મજબૂત પુરાવા વૈજ્ઞાનિક રીતે એકત્રિત થઈ ગયા માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ નપુંસક છે કે નહીં એ ખાસ પ્રકારના ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. આ ટેસ્ટને પોટેન્સી ટેસ્ટ કહેવામાં આવે છે. ઘણી વખત બળાત્કારના આરોપીઓ પોતાને નપુંસક હોવાનો દાવો કરીને છટકી જવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં કોર્ટના આદેશ પર પોલીસ આરોપીનો પોટેન્સી ટેસ્ટ કરે છે.

    Post Views: 544
    ‘નામર્દ’ની છાતી પર ‘મર્દ’નું ટેટૂ ર્નિભયાકાંડમાં આરોપી વિજય પાસવાનનો પોટેન્સી ટેસ્ટ કરાયો
    Previous Articleગુજરાતના મુસ્લિમ ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે રજૂઆત કરાઇ
    Next Article જમીન પર ગેરકાયદેસર કબ્જાે કરનારો ચેતજાે, લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની એક સાથે ૩ ફરીયાદ દાખલ કરી

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.