- ચટપટીની લારી ચલાવનાર તથા છુટક રીપેરીંગ કરનાર માજીદખાન પઠાણ દ્વારા વરીયાવી બજાર ખાતે આવેલ મિલકતમાં ગેરકાયદેસર કબ્જાે કરનાર ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરાઇ
(સિટી ટુડે) સુરત,તા.૨૫
લાલગેટ વિસ્તારમાં આવેલ મીરજાશામી હોલ પાસે સીટી સર્વે નં.૧૧/૨૩૬૪- ૨૩૮૨-૨૩૪૧(બ)-૩૦૬૦ વાળી જગ્યા પર માલીકી ન હોવા છતાં ગેરકાયદેસર કબજાે જમાવી બેઠેલા ચાર ઇસમો સામે લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગની ત્રણ જુદી જુદી ફરીયાદો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, માજીદખાન અહેમદખાન પઠાણ જે છુટક મજુરી તથા ચટપટીની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા મીરઝાશામી મસ્જીદની સામે આવેલ સેર્વ નં.૧૧/૨૩૬૪ તથા અન્ય સર્વે વાળી જગ્યા પર જુનો મકાન મુળ માલીક નીલીનીબેન ધીરેન્દ્ર કોટક પાસેથી ૨૦૧૪-૧૫માં જુદા જુદા દસ્તાવેજના આધારે રૂપિયા ૪,૯૭,૦૦૦/-માં ઉમર નાનવાલા હસ્તક ખરીદેલ હતું. ત્યારબાદ ફરીયાદી દ્વારા ઉમર નાનવાલા સાથે અહિં કબજેદાર તરીકે લૂકમાન તૈય્યબ, સમીર તૈય્યબ, જૈતુનબીબી અન્સારી અને ઇસ્લામ અન્સારીને કબજાે ખાલી કરવા ટકોર કરાતા તેઓએ કબજાે ખાલી કરવાની બાંહેદારી આપ્યા બાદ તથા કબ્જા અંગે કોઇ પુરાવાઓ માંગતા આરોપીઓ દ્વારા કબજા અંગેનો કોઇ પુરાવો રજુ કરી શક્યા ન હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા કબજાે ખાલી નહિં કરાતા ફરીયાદી માજીદ પઠાણે લેન્ડ ગ્રેબીંગના કાયદા મુજબ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરતા કલેકટર કચેરી ખાતેથી પુરાવાઓની ચકાસણી બાદ હુકમ કરવામાં આવતા લાલગેટ પોલીસ મથકના એ.સી.પી. આર.આર. આહિરેના માર્ગદર્શન હેઠળ જુદા જુદા ત્રણ ઘરો મુજબ ગુનો દાખલ કરી ત્રણ ફરીયાદ નોંધવામાં આવી હતી. લાલગેટ પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.