Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાજપ નેતાએ જ પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું

    ભાજપ નેતાએ જ પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું

    City Today DailyBy City Today DailyJanuary 12, 2025

    નવી દિલ્હી, તા.૧૨
    દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (૧૧મી જાન્યુઆરી) ૨૯ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા પછી, ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જાે ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે.
    દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, મોહન બિષ્ટ ૧૯૯૮, ૨૦૦૩, ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૨૦માં કરાવલ નગરથી જીત્યા છે. વર્ષ ૨૦૧૫માં છછઁ લહેરમાં તે કપિલ મિશ્રા સામે હારી ગયા હતા.
    ટિકિટ કપાયા બાદ મોહન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, ‘ચોક્કસપણે ભાજપને લાગે છે કે આ તેમની બેઠક છે. જાે કોઈને પણ ભાજપ તરફથી ચૂંટણી લડાવશે તો તે જીતી જશે, આ એક મોટી ભૂલ છે. આગામી દિવસોમાં પાર્ટીને ખબર પડશે કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનું અસ્તિત્વ શું છે. ફક્ત આ બેઠક પર જ નહીં, પછી ભલે તે બુરાડી હોય, ઘોંડા હોય, સીલમપુર હોય, ગોકલપુરી હોય કે નંદનગરી હોય. આ બેઠકો પર ભાજપનું શું થશે, તે તો સમય જ કહેશે.’
    કોંગ્રેસમાં જાેડાવવા અંગે ઈનકાર કરતા મોહન સિંહ બિષ્ટ જણાવ્યું હતું કે, જાે પાર્ટી મને બીજી જગ્યાએથી ચૂંટણી લડવાનું કહેશે, તો હું કોઈ બેઠક પરથી ચૂંટણી નહીં લડીશ. હું ફક્ત કરાવલ નગર બેઠક પરથી જ ચૂંટણી લડશ. હું ૧૫મી અથવા ૧૬મી જાન્યુઆરી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.

    Post Views: 490
    ભાજપ નેતાએ જ પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું
    Previous Articleકરોડો રૂપિયાની ઉચાપતના ગુનામાં સ્નેહા ક્રિએશનના ભાગીદારને જામીન પર મુક્ત કરતી હાઇકોર્ટ
    Next Article કેલિફોર્નિયા આગમાં અનેક લોકો ગાયબ, ૧૨ હજારથી વધુ ઘર બળીને રાખ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.