(સિટી ટુડે) સુરત,તા.૧૧
“સ્નેહા ક્રિએશન ભાગીદારી પેઢી” તથા અન્યો વિરૂધ્ધમાં ફરીયાદી તથા સાહેદો પાસેથી કરોડો રૂપિયાની રકમનો કાપડનો માલ મેળવી અને તે માલના રૂપિયા ફરીયાદી તથા સાહેદોને નહીં ચુકવી તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તે બાબતેના ગુન્હા સુરત ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦ ૧૫૨૪૦૦૪૯/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ – ઈ.પી.કોડની કલમ- ૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી વિકાસકુમાર અશોકકુમાર લાલતાપ્રસાદ જૈવાલ નાઓએ આપેલ તથા સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૨૨૪૧૩૯૪/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ ઈ.પી.કોડની કલમ- ૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા. ૧૫/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી – વિશાલકુમાર પ્રહલાદભાઈ પટેલ નાઓએ તા.૧૫/૦૫/૨૦૨૪ ના રોજ આપેલ તથા ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુન્હા રજીસ્ટર નં. ૧૧૨૧૦૦૧ ૫૨૪૦૦૩૫/૨૦૨૪ ઈ.પી.કોડની કલમ – ઈ.પી.કોડની કલમ-૪૦૯, ૧૨૦ (બી) મુજબનો તા.૨૩/૦૪/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ. જે ગુન્હાની ફરીયાદ ફરીયાદી – રમણીક બાબુભાઈ ટીંબડીયા નાઓએ તા. ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ આપેલ.
ઉપરોક્ત ત્રણેય ગુન્હાઓની તપાસ ડી.સી.બી. પો.સ્ટે. ઈકો સેલ, સુરતના તપાસ કરનાર અમલદાર કરી રહેલ હતા. ઉપરોક્ત ત્રણેય ગુન્હાના કામમાં તહોમતદાર તરીકે – સ્નેહા ક્રિએશન ભાગીદારી પેઢી” ના ભાગીદાર તરીકે – આશિષ સુરેકા નાઓના નામનો ઉલ્લેખ કરેલ હોય અને તપાસ કરનાર અધિકારી દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલ હોય અને તેઓ લાજપોર મધ્યસ્ત જેલ મુકામે જયુડીશ્યલ કસ્ટડીમાં હોય આરોપી આશિષ સુરેકા નાઓએ તેઓના એડવોકેટ કલ્પેશ એસ. દેસાઈ તથા હેમલ એમ. ભગત નાઓ મારફતે નામદાર સેશન્સ કોર્ટ, સુરતમાં જામીન અરજી દાખલ કરાવેલ. જે જામીન અરજી, મહે. સુરતના એડીશનલ સેશન્સ જડજ સાહેબ નાઓએ નામંજુર કરતા આશિષ સુરેકા નાઓએ વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા હેમલ એમ. ભગત નાઓ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ યશ નિરૂપમ નાણાંવટી નાઓ મારફતે રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવેલ. જે રેગ્યુલર જામીન અરજીના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબ નાઓએ આશિષ સુરેકા નાઓને કેટલીક શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.
આરોપી સ્નેહા ક્રિએશન એક ભાગીદાર પેઢીના ભાગીદાર – આશિષકુમાર સુરેકા નાઓ તફે સુરત સ્થિત વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા હેમલ એમ. ભગત તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલ યશ નિરૂપમ નાણાંવટી નાઓએ આગોતરા જામીન અરજી સંદર્ભેની સફળ રજુઆત કરેલ છે.