Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, August 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હાઈકોર્ટની ટકોર બાદ કાર્યવાહી, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા ૫૮ ઝડપાયા

    હાઈકોર્ટની ટકોર બાદ કાર્યવાહી, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા ૫૮ ઝડપાયા

    City Today DailyBy City Today DailyJanuary 12, 2025

    સુરત, તા.૧૨
    ૧૦ જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં વપરાતી ચાઈનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા પણ પતંગ બજારોમાં ચેકિંગ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા પોલીસે કાચથી પતંગનો દોરો માંજતા ૩૦થી વધુ કારીગરો-વેપારીઓ પાસેથી ૧૦૦ કિલોથી વધુ કાચનો પાઉડર અને ૫૦થી વધુ ફીરકીઓ કબજે કરીને પહેલી વખત ગુનો દાખલ કર્યો છે. જ્યારે સુરત પોલીસે છેલ્લા ૨૨ દિવસમાં પ્રતિબંધિત પતંગ-દોરીનું સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ૫૯ વેપારી સામે કેસો કરી ૫૮ વ્યક્તિની અટકાયત કરી છે.
    સુરતમાં તા. ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં શહેરમાં ચાઈનીઝ દોરી, તુક્કલ, સહિત અન્ય પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કે સંગ્રહ કરનાર વ્યક્તિઓ પર વોચ રાખીને સ્થાનિક અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ ૫૯ કેસો કરીને ૫૮ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કેસમાં સૌથી વધુ અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશનમાં ૮-૮ કેસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ૬ કેસ, કાપોદ્રા અને ખટોદરામાં ૫-૫ કેસો, જ્યારે પુણા, પાલ, જહાંગીરપુરા, ઉત્રાણ અને સિંગણપોરમાં ૨-૨ કેસો મળી કુલ ૨૩ પોલીસ સ્ટેશનમાં ૫૯ કેસો કરવામાં આવ્યા હતા.
    ડભોલી સિંગનપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. ડભોલી પોલીસ દ્વારા ૭ ફીરકી તેમજ દોરી બનાવવામાં વપરાતી સામગ્રી મળી ૨૭૦૦ રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધ્યો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તેમજ ઉત્પાદન કરેલ ચાઈનીઝ બોબીન ૧૫૨, કાચનો ભુક્કો ૧૮,૬૦૦ કિગ્રા, ફીરકી નંગ ૧૭, એક બાઈક તેમજ ૨૫૦ ચાઈનીઝ તુક્કલ મળી કુલ કિંમત રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, સુરત શહેર પોલીસે સ્થાનિક ૨૪ પોલીસ સ્ટેશનોમાં કુલ ૫૯ કેસો કરી ૫૮ આરોપીની અટકાયત કરીને દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    Post Views: 512
    ચાઈનીઝ દોરી તુક્કલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ વેચતા ૫૮ ઝડપાયા હાઈકોર્ટની ટકોર બાદ કાર્યવાહી
    Previous Articleપુષ્પા સ્ટાઈલથી ગુજરાતમાં થતી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું
    Next Article ૧૧ વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો, દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયો

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.