Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચીનમાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપનાર મહિલાને ૧૭ વર્ષની જેલ

    ચીનમાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપનાર મહિલાને ૧૭ વર્ષની જેલ

    City Today DailyBy City Today DailyJanuary 13, 2025

    શિનજિયાંગ, તા.૧૩
    ચીનની સરકારે તાજેતરમાં એક મહિલાને પોતાના તથા તેના પાડોશીના બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપવા બદલ ૧૭ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ચીની અધિકારીઓના મતે, તે ગેરકાયદેસર અને ભૂગર્ભ ધાર્મિક પ્રવૃત્તિ ચલાવી રહી હતી. ચીનની સરકારે માત્ર મહિલાને જે સજા નથી આપી, પરંતુ તેની પાસે અભ્યાસ કરી રહેલા માસૂમ બાળકોને પણ જેલની સજા ફટકારી છે.
    રિપોર્ટ અનુસાર, શિનજિયાંગના કોનાશેહર કાઉન્ટીની ઉઇગુર મહિલા સેલિહાન રોઝી તેના પુત્રો અને પાડોશીના પુત્રને ધાર્મિક શિક્ષણ આપી રહી હતી. આ દરમિયાન, ચીની અધિકારીઓએ તેને પકડી લીધી હતી.
    હવે તેને સજા સંભળાવતાં કોર્ટે રોઝીને ૧૭ વર્ષની જેલની સજા ફટકારી છે જ્યારે રોઝીના એક દીકરાને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે બીજા દીકરાને ૭ વર્ષની જેલની સજા ફટકારી છે. વઘુમાં, કોર્ટે મહિલાના પુત્રોની સાથે અભ્યાસ કરતા પાડોશી યાકુપ હિદાયતને પણ ૯ વર્ષની જેલની સજા ફટકારી છે.
    એક મીડિયાના જણાવ્યા અનુસાર, રોઝીને ધાર્મિક શિક્ષણ આપવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. આ કેસ સંભાળી રહેલા પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ચીનમાં આ રીતે ધાર્મિક શિક્ષણ આપવા સામે કડક નિયમો છે. ચીનમાં આ પ્રકારની શિક્ષણ પ્રણાલી ગેરકાયદેસર ગણાય છે. તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેથી તેમની સામે કાર્યવાહી કરાઈ છે.
    તે જ સમયે, ઘણા લોકોએ આ ઘટનાની ટીકા પણ કરી છે. ટીકાકારો દલીલ કરે છે કે ભલે સરકાર આને અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવાના પ્રયાસ તરીકે દર્શાવતી હોય, પરંતું તે સ્પષ્ટપણે ઉઇગુર મુસ્લિમોના મૂળભૂત ધાર્મિક અધિકારો પર હુમલો છે.

    Post Views: 602
    ચીનમાં બાળકોને ઇસ્લામિક શિક્ષણ આપનાર મહિલાને ૧૭ વર્ષની જેલ
    Previous Article૧૧ વર્ષ પુરાણી રિલેશનશીપ જાહેર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો, દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયો
    Next Article નો હેલ્મેટ, નો પેટ્રોલ, હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.