Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત, બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો

    ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત, બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો

    City Today DailyBy City Today DailyJanuary 22, 2025

    સુરત,તા.૨૨
    સુરત શહેરમાં આવકના ખોટા પુરાવા રજૂ કરી પોતાના બાળકોનો આરટીઈ અંતર્ગત શાળામાં પ્રવેશ અપાવવાના મુદ્દે સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખોટા આવકના પુરાવાના આધારે એડમિશન મેળવનારા ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે.
    જેમાંથી ૬૮ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને ૩૨ વિદ્યાર્થીના વાલીઓને સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા છે.નોંધનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું કે, અનેક વાલીઓ પોતે લખપતિ હોવા છતાં આવકના દાખલામાં ઓછી કિંમત લખાવી હતી. તપાસમાં અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલાં વિદ્યાર્થીના વાલી નિયત આવક મર્યાદા કરતાં વધુ કમાણી ધરાવતાં હતાં. જેમાંથી કેટલાંક વાલી ૭૪ લાખની હોમલોન ભરી રહ્યા છે. ત્યારે કેટલાંક વાલીઓ સાડા ચાર લાખ રૂપિયાનું રિટર્ન ભરી રહ્યા છે. પરંતુ, આવકના દાખલામાં પોતાની આવક ઓછી દર્શાવી ગેરકાયદે પોતાના બાળકોનું એડમિશન લઈ લીધું છે. ડીઇઓ દ્વારા શાળાઓને પણ આદેશ કરવામાં આવ્યો છે કે, જાે આવી કોઈપણ ઘટના સામે આવે તો તુરંત શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવું. જાેકે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભ્રષ્ટ અધિકારીઓ સામે ખોટા દસ્તાવેજ બનાવવા મુદ્દે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ સિવાય જે ૧૦૦ જરૂરિયામંદ બાળકો હતાં જે આ ભ્રષ્ટાચારના કારણે આરટીઈ હેઠળ પ્રવેશ ન મેળવી શક્યાં તેમના બંધારણીય અધિકારના હનનનું વળતર કોણ ચૂકવશે? અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હવે આરટીઈ ની આ ૧૦૦ જગ્યા ખાલી રહેશે અને જે ખરેખર આ યોજના હેઠળ શિક્ષણના હકદાર હતાં તે પણ વંચિત રહી ગયાં. શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે જ દસ્તાવેજ યોગ્ય રીતે ચકાસવામાં કેમ નથી આવતા? ભ્રષ્ટ અધિકારીઓના કારણે ક્યાં સુધી આ બાળકો શિક્ષણના અધિકારથી વંચિત રહેશે?

    Post Views: 792
    ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો
    Previous Articleજંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી ર્નિણય : રાજ્ય સરકાર
    Next Article લાલગેટ ખાતેથી પકડાયેલા ૧ કરોડના ડ્રગ્સ કેસમાં મુંબઈનો સૈફઅલી જામીન મુક્ત

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.