Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી ર્નિણય : રાજ્ય સરકાર

    જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી ર્નિણય : રાજ્ય સરકાર

    City Today DailyBy City Today DailyJanuary 22, 2025

    ગાંધીનગર,તા.૨૨
    ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ મુદ્દે ચર્ચા થઈ હતી. જેમાં કુલ ૨૭ બેઠક થશે અને કામકાજના ૨૬ દિવસો રહેશે. ૨૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ, જાહેર હિતમાં ઓન લાઈન ઓફ લાઈન વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં શહેરમાંથી ૫૪૦૦ અને ગ્રામ્યમાંથી ૫૬૦૦ વાંધા અરજીઓ આવી છે. ૧૧,૦૪૬ અરજીઓ મળી છે જેમાં ૬૧% જેટલી અરજીઓ જંત્રીના રેટ ઘટાડવાની મળી છે.
    જ્યારે જંત્રીના દર વધારે છે એવી ૧૭૫૩ અરજી કરવામાં આવી છે. એટલું જ નહી જંત્રીના દર ઓછાથી વધારવાની પણ અરજીઓ પણ મળી છે. તમામ અરજીઓને કમિટી સલાહ સૂચન સાથે વિગતે રાજ્ય સરકારને મોકલશે. ત્યારબાદ આગામી દિવસોમાં જંત્રીને લઇને અંતિમ ર્નિણય લેવાશે.
    ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારને મળેલા વાંધા સૂચનો પર ચર્ચા કરીને પછી જંત્રી મુદ્દે ર્નિણય લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લા લેવલે સ્ક્રૂટિની થયા બાદ આ અરજીઓ મળી છે. રાજ્ય કક્ષાએ આખરી થયેથી આની જાહેરાત કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લડાની દ્વારા કરવામા આવેલા આક્ષેપ જેમાં રાજકોટમાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ મુદ્દે ફરીયાદની ગ્રેવીટી જાેયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
    ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી થવાની હતી જેમાં બનાસકાંઠા જિલ્લાનું નવસર્જન થતાં અને ખેડા જિલ્લા પંચાયતના નડિયાદ મહાનગરપાલિકામાં ૧૦ જેટલાં ગામો ભળી જતાં પુનઃ ગઠન થવાનું હોય ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.

    Post Views: 569
    જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી
    Previous Articleબે વર્ષની માસૂમ પીંખાતા બચી, ગાર્ડનમાં રમતી બાળકીને મનોવિકૃત શેડમાં ખેંચી ગયો, કુકર્મ કરે એ પહેલાં જ માતા પહોંચી ગઇ
    Next Article ફીના અભાવે વિદ્યાર્થિનીનો આપઘાત, બીજી બાજુ માલેતુજારોને ઇ્‌ઈમાં પ્રવેશ! ૬૮ વાલીઓ સામે ગુનો નોંધવાનો આદેશ કરાયો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.