Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી : બોમ્બે હાઇકોર્ટ

    લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી : બોમ્બે હાઇકોર્ટ

    City Today DailyBy City Today DailyJanuary 24, 2025

    મુંબઈ, તા.૨૪
    લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો ન હોવાનું અવલોકન કરી બોમ્બે હાઇકોર્ટે ધ્વની પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરતા લાઉડસ્પીકર્સ સામે તાત્કાલિક પગલાં લેવા માટે સત્તાવાળાને ગુરુવારે આદેશ આપ્યો હતો.
    અવાજના સ્તરને નિયંત્રિત કરવા માટે ઓટો-ડેસિબલ લિમિટ જેવા સાધનોનો ઉપયોગ કરવા માટે ધાર્મિક સંસ્થાઓને આદેશ આપવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાકીદ પણ કરી હતી. જસ્ટિસ એ એસ ગડકરી અને એસ સી ચાંડકની બનેલી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે અવાજનું પ્રદૂષણ આરોગ્ય માટે મોટું જાેખમ છે અને કોઈ એવો દાવો કરી શકે નહીં કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપવાથી તેમના અધિકારનો ભંગ થાય છે. મુંબઇના કુર્લાની બે હાઉસિંગ એસોસિએશનોએ દાખલ કરેલી અરજી પર હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જાગો નેહરુ નગર રેસિડેન્ટ્‌સ વેલ્ફેર એસોસિએશન અને શિવસૃષ્ટિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઝ એસોસિએશનને મસ્જિદો પર લગાવેલા લાઉડ સ્પીકરો દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ સામે પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો.અરજદારોએ દલીલ કરી હતી કે ‘અઝાન’ જેવા ધાર્મિક હેતુઓ માટે લાઉડસ્પીકરના ઉપયોગથી શાંતિને ખલેલ પહોંચે છે અને ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમો, ૨૦૦૦, તેમજ પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળની જાેગવાઈઓનું ઉલ્લંઘન થાય છે.ખંડપીઠે તેના આદેશમાં જણાવ્યું હતું કે મુંબઈ એક કોસ્મોપોલિટન શહેર છે અને દેખીતી રીતે શહેરના દરેક વિસ્તારોમાં વિવિધ ધર્મના લોકો રહે છે.તે જાહેર હિતમાં છે કે આવી પરવાનગીઓ ન આપવી જાેઈએ. આવી પરવાનગીઓને નકારવાથી ભારતના બંધારણની કલમ ૧૯ અથવા ૨૫ હેઠળના અધિકારોનું બિલકુલ ઉલ્લંઘન થતું નથી. લાઉડસ્પીકરનો ઉપયોગ એ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી. કાયદાની જાેગવાઈઓ દ્વારા નિર્ધારિત તમામ જરૂરી પગલાં અપનાવીને કાયદાનો અમલ કરવો તે રાજ્ય સરકાર અને અન્ય સત્તાવાળાની બંધનકર્તા ફરજ છે. કોર્ટે મુંબઈના પોલીસ કમિશ્નરને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર સામે કોઈ પણ ફરિયાદના કિસ્સામાં ત્વરિત પગલાં લેવા માટે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના જારી કરવાનો પણ આદેશ આપ્યો હતો.

    Post Views: 890
    લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો નથી : બોમ્બે હાઇકોર્ટ
    Previous Article૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન અને તીરંગા યાત્રા
    Next Article સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ બંધ થાય, સત્તા લોકો પાસે છે સરકાર પાસે નહીં : ફારૂક અબ્દુલ્લા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.