Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પ્રયાગરાજમાં અતિભારેટ્રાફિક જામ હજારો વાહનો ફસાયા, ૨૦ કિમી સુધી લાંબી કતારો

    પ્રયાગરાજમાં અતિભારેટ્રાફિક જામ હજારો વાહનો ફસાયા, ૨૦ કિમી સુધી લાંબી કતારો

    City Today DailyBy City Today DailyJanuary 30, 2025

    પ્રયાગરાજ, તા.૩૦
    પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પ્રયાગરાજની આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે બેરિકેડ્‌સ લગાવવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. લગભગ ૧૨૫ કિમી પહેલા લગાવવામાં આવેલા આ અવરોધોથી આગળ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી. મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જેના કારણે ભીડને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
    તાજેતરમાં થયેલી નાસભાગની ઘટનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર કોઈ જાેખમ લેવા માંગતું નથી. જેના ભાગરૂપે પ્રયાગરાજ તરફ આવતા વાહનોને શહેરની બહાર જ રોકવામાં આવી રહ્યા છે.પ્રયાગરાજ તરફ જતા મુખ્ય માર્ગાે પર બેરિકેડ્‌સ લગાવવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એવા અહેવાલો છે કે ૧૫ થી ૨૦ કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે.ટ્રાફિક જામના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે, જેના કારણે તેઓ તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શકતા નથી. વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વહીવટી તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાે કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ બની રહી છે.

    Post Views: 407
    ૨૦ કિમી સુધી લાંબી કતારો પ્રયાગરાજમાં અતિભારેટ્રાફિક જામ હજારો વાહનો ફસાયા
    Previous Articleઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવનારા સલવાન મોમિકાની હત્યા કરવામાં આવી
    Next Article મહાકુંભમાં નાસભાગ બાદ હવે ભીષણ આગ અનેક ટેન્ટ બળીને ખાક

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.