Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ટ્રમ્પ અને મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું

    ટ્રમ્પ અને મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું

    City Today DailyBy City Today DailyFebruary 6, 2025

    વોશિંગ્ટન, તા.૬
    અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયોનો મામલો હાલમાં દેશ સહિત વિદેશમાં પણ ચર્ચામાં છે. બંને ગૃહોમાં વિપક્ષી નેતાઓએ આ મુદ્દા દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ડિપોર્ટેશનના વિરોધમાં વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પણ દેખાવ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બુધવારે યુએસ આર્મીનું વિમાન આ ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું હતું. કોંગ્રેસનો દાવો છે કે અમેરિકાથી મોકલવામાં આવેલા લોકોના હાથ-પગમાં હાથકડી બાંધેલી હતી.
    કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ, કોંગ્રેસના સાંસદ ગુરજીત સિંહ અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદમાં હાથકડી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.બીજી તરફ આ ઘટના પર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ઘણી વાતો કહેવામાં આવી હતી કે પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદી ખૂબ સારા મિત્રો છે. તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું? શું આપણે તેમને પાછા લાવવા માટે આપણું પોતાનું વિમાન ન મોકલી શકતા હતા? શું માનવીઓ સાથે આવો વ્યવહાર કરી શકાય? શું તેમને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને પરત મોકલવામાં આવે છે? વિદેશ મંત્રી અને વડાપ્રધાને જવાબ આપવો જાેઈએ.’
    બીજી તરફ આ ઘટના પર કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે, ‘જે રીતે આ કરવામાં આવ્યું તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. તેમની પાસે આ લોકોને દેશનિકાલ કરવાનો સંપૂર્ણ કાનૂની અધિકાર છે, પરંતુ અચાનક લશ્કરી વિમાનમાં હાથકડી પહેરાવીને આ રીતે મોકલવા એ ભારતનું અપમાન છે, ભારતીયોની ગરિમાનું અપમાન છે’.

    Post Views: 428
    ટ્રમ્પ અને મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું
    Previous Articleભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?
    Next Article ચૂંટણી પંચ મરી ચુક્યું છે, સફેદ કપડું મોકલાવવું પડશે

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.