લખનઉ, તા. ૬
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. મિલ્કીપુરમાં વોટિંગ બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે, ચૂંટણી પંચ મરી ચુક્યું છે, અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. અખિલેશ યાદવે કહ્યું કે, આ ભાજપની ચૂંટણી લડવાની રીત છે. ચૂંટણી પંચ મરી ગયું છે. અમારે સફેદ કપડું મોકલાવવું પડશે. હકીકતમાં જાેઈએ તો, સપા મિલ્કીપુરમાં નકલી વોટિંગનો આરોપ લગાવી રહી છએ. ૫ નેતાઓમાંથી એક પ્રતિનિધિમંડલ લખનઉમાં ચૂંટણી પંચને પણ મળ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ શ્યામ લાલ પાલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મુખ્ય નિર્વાચન અધિકારીને ફરિયાદ કરી. પોલિંગ એજન્ટને બહાર કાઢવા અને ખોટી રીતે મતદાન કરવાનો આરોપ લગાવ્યો છે.સપાએ એવો પણ આરોપ છે કે મિલ્કીપુર વિધાનસભામાં બૂથ નંબર ૨૮૬ પર પોલીસ દ્વારા તેમના એજન્ટને બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગયા. આ અગાઉ અખિલેશ યાદવે ભાજપ પર લોકતાંત્રિક પ્રક્રિયાને નબળી કરવા અને પેટાચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચને આ અંગે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.સપા પ્રમુખે આરોપ લગાવ્યો છે કે, ભાજપે મિલ્કીપુરમાં બેઈમાની માટે દરેક પ્રકારના યુક્તિઓ અપનાવી લીધી. ભાજપે મિલ્કીપુર પેટાચૂંટણીને પ્રભાવિત કરવા માટે અરાજકતા આચરી. પોલીસ પ્રશાસનનું તેમને ખુલ્લું સમર્થન છે.
પોલીસ પ્રશાસને ભાજપને ખુલ્લી છૂટ આપીને ચૂંટણી આચાર સંહિતાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે.અખિલેશ યાદવે આગળ કહ્યું કે, ખોટી રીતે મતદાન કરતા અમુક લોકોને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અજીત પ્રસાદે ખુદ પકડ્યા છે. તેમણે કહ્યું કે, રાયપટ્ટી અમાનીગંજમાં નકલી વોટ નાખવાની વાત પોતાના મોઢે કહેનારાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સરકારમાં અધિકારીઓ કેવી રીતે ધાંધલીમાં સંડોવાયેલા છે. ચૂંટણી પંચને હજુ કેટલા પુરાવા જાેઈએ છે.
