Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નઘરોળ તંત્રએ ત્રણ બાળકનો ભોગ લીધો, ‘પહેલા મોત, પછી કાર્યવાહી’ ક્યારે બંધ થશે?

    નઘરોળ તંત્રએ ત્રણ બાળકનો ભોગ લીધો, ‘પહેલા મોત, પછી કાર્યવાહી’ ક્યારે બંધ થશે?

    City Today DailyBy City Today DailyFebruary 7, 2025

    સુરત, તા.૦૭
    સુરત શહેરમાં ખુલ્લી અને અસુરક્ષિત ગટરો મોતના કૂવામાં ફેરવાઈ છે. છેલ્લા ચાર મહિનામાં જ ત્રણ માસૂમ બાળકને આ ખુલ્લી ગટરોને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થોડા મહિના પહેલાં ૪ વર્ષની ભાગ્યશ્રી ગટરની ડ્રેનેજની કામગીરીનો ભોગ બની હતી અને હવે ૨ વર્ષનો કેદાર પણ એ જ બેદરકારીનો ભોગ બન્યો. એવામાં સવાલ એ ઊઠે છે કે તંત્ર ક્યારે જાગશે? શું હંમેશાં કોઈ નિર્દોષનો જીવ જશે પછી જ કાર્યવાહી થશે? સુરતનાં નિર્દોષ બાળકો માટે આ ગટરો જીવલેણ સાબિત થઈ રહી છે, પણ જવાબદારો હજુ નિષ્ક્રિય છે. ૬ ફેબ્રુઆરીના રોજ છાપરાભાઠા, અમરોલી વિસ્તારમાં હેવન એન્ક્‌લેવ નજીક ખુલ્લી ગટરમાં બે વર્ષીય કેદાર વેગડા તણાઈ ગયો. તેની માતા વૈશાલીબેનની આંખ સામે આ દુર્ઘટના બની અને પરિવાર સાથે સ્થાનિક લોકો, ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ ની ટીમે લગભગ ૨૪ કલાક સુધી શોધખોળ કરી. અંતે, કેદારનો મૃતદેહ વરિયાવ ટી-પોઈન્ટ પાસેના પમ્પિંગ સ્ટેશનમાં મળ્યો. પરિવારે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારતાં આખરે પોલીસે ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે, જાેકે તંત્રની બેદરકારી સામે ન્યાય માટે પરિવાર લડવાની તૈયારીમાં છે.
    ડિંડોલી વિસ્તારમાં ચેતનનગરમાં બે મહિના પહેલાં ડ્રેનેજલાઇનનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન વજનદાર રિંગ રોડ પર મૂકી દેવાયા હતા. નજીકમાં રમતી પાંચ વર્ષીય ભાગ્યશ્રી રમતાં-રમતાં આ વજનદાર રિંગ નીચે આવી ગઈ અને તેનું મોત નીપજ્યું. પીડિત પરિવાર આજે પણ ન્યાયની અપેક્ષામાં છે, પણ તંત્રની બેદરકારી ચાલુ જ છે. ૨૭ નવેમ્બરના રોજ ચાર વર્ષની ભાગ્યશ્રીના મોત મામલે પોલીસ સ્ટેશનમાં અત્યારસુધી કોઈ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ નથી. બાળકી તરફથી નિઃશુલ્ક કેસ સંભાળી રહેલા વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે ફરિયાદી દીક્ષાબેન જયેશ દોઢીશ તરફથી ડોલી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેને હવે ત્રણ મહિના થઈ ગયા છે. અરજી દિનેશ પરમાર (કોન્ટ્રેક્ટર), કાર્યપાલક એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને તમામ ડ્રેનેજ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવી હતી. ૫૦થી વધુ વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છતાં અત્યારસુધી જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ નથી.
    નવેમ્બર ૨૦૨૪ માં, સચિનના તલંગપુર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારનું બે વર્ષીય માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું. આ ગટરમાં કેમિકલયુક્ત ઝેરી પાણી ભરાયું હતું અને એમાં ડૂબી જતાં બાળકનું કરુણ મૃત્યુ થયું. સુરતના તલંગપુર ગામમાં આવેલા રાજપૂત ફળિયા પાસે તેજસ ચૌહાણની ચાલમાં મનોજ ગોડે તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં તેની પત્ની અને એકનો એક બે વર્ષીય દીકરો શુભમ હતો. તે સચિન જીઆઈડીસીમાં આવેલા સંચાખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુભમ ઘર પાસે ગટરલાઈન નજીક રમી રહ્યો હતો ત્યારે રમત રમતમાં અચાનક ગટરમાં ખાબક્યો હતો.
    આ તાજેતરના ત્રણ બનાવ માત્ર અકસ્માત નહિ, પણ તંત્રની નિષ્ફળતાના જીવતા પુરાવા છે. શહેરમા અનેક જગ્યાએ ગટર ખુલ્લી છે, ઢાંકણ તૂટેલાં છે અને લોકો વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ બેદરકારીનો ભોગ અત્યારસુધી ત્રણ માસૂમ બાળકો બની ચૂક્યાં છે અને જાે તંત્ર જાગશે નહીં તો કંઈક વધુ ભયાનક બનવાની શકયતા છે.
    દરેક ઘટનાને તંત્ર ‘દુર્ઘટના’ કહીને પછાડી દે છે અને પછી ફકત થોડી કાર્યવાહી કરીને ભૂલી જાય છે, પરંતુ જાે આ ગટરો સુરક્ષિત હોત તો આજે આ ત્રણ બાળક જીવિત હોત. તંત્ર આ ગંભીર મુદ્દા પર ક્યારે સંજાેગશીલ બનશે? જ્યારે વધુ નિર્દોષ જીવ ગુમાશે ત્યારે?

    Post Views: 490
    ‘પહેલા મોત નઘરોળ તંત્રએ ત્રણ બાળકનો ભોગ લીધો પછી કાર્યવાહી’ ક્યારે બંધ થશે?
    Previous Articleબાળકની અંતિમવિધિ કરાઈ, કેદારનું મોત દુર્ઘટના નહિ, મનપાની બેદરકારી, અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો
    Next Article ફરી રફ્તારનો કહેર સામે આવ્યો, નબીરાએ ૧૩૦ની સ્પીડે કાર ચલાવી અકસ્માત સર્જ્‌યો, બંને સગાભાઈઓની એકસાથે અર્થી ઊઠી

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.