Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » હજ યાત્રામાં ભીડના કારણે લેવાયો ર્નિણય : સાઉદી અરેબિયાએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી

    હજ યાત્રામાં ભીડના કારણે લેવાયો ર્નિણય : સાઉદી અરેબિયાએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી

    City Today DailyBy City Today DailyFebruary 9, 2025

    રિયાદ, તા.૯
    સાઉદી અરબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે, સાઉદીએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી દીધી છે, હવેથી માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે.
    આ નિયમ ૧ ફેબ્રુઆરીથી અમલમાં ગણાશે. મલ્ટિપલ વિઝાનો લાભ લઈને અયોગ્ય રીતે હજ યાત્રા કરનારાઓને અટકાવવા સાઉદીએ આ ર્નિણય લીધો છે. સાઉદી સરકારે જે દેશોના મલ્ટિપલ વિઝા પર પ્રતિબંધ મુકી દીધો છે તેમાં ભારત, ઈન્ડોનેશિયા, ઈરાક, જાેર્ડન, મોરક્કો, નાઇઝીરિયા, પાકિસ્તાન, સુદાન, યમન, બાંગ્લાદેશ જેવા કુલ ૧૪ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતને બાદ કરતા મોટાભાગના મુસ્લિમ બહુમતવાળા દેશો છે. જાેકે ભારતમાંથી પણ હજ યાત્રા માટે લાખો મુસ્લિમો સાઉદી જતા હોવાથી તેનો પણ સમાવેશ આ યાદીમાં કરાયો છે. સાઉદી અરેબિયાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ધરાવતા લોકો હજ દરમિયાન હજ પરમિટ વિના અનધિકૃત રીતે હજ કરે છે, જેના કારણે મક્કામાં ભીડ વધે છે, જેને પગલે હજ યાત્રામાં વ્યવસ્થા પર અસર પહોંચે છે. સિંગલ એન્ટ્રી વિઝા સાથે, વ્યક્તિ માત્ર એક જ વાર દેશમાં પ્રવેશી શકે છે, જ્યારે મલ્ટિપલ એન્ટ્રી વિઝા એ લાંબા ગાળાનો વિઝા છે જે વિઝા ધારકને તે દેશની ઘણી વખત મુલાકાત લેવાની મંજૂરી આપે છે.
    બદલાયેલા નિયમો અનુસાર, વિવિધ દેશોમાંથી આવતા પ્રવાસીઓ સિંગલ એન્ટ્રી વિઝા માટે જ અરજી કરી શકે છે. આ વિઝા ૩૦ દિવસ માટે માન્ય રહેશે અને પ્રવાસીઓ સાઉદીમાં વધુમાં વધુ ૩૦ દિવસ જ રહી શકશે. જાે કે, હજ, ઉમરાહ, રાજદ્વારી અને રેસિડેન્સી વિઝા પર આ ફેરફારથી કોઈ અસર થશે નહીં. સાઉદી અધિકારીઓનું કહેવું છે કે મલ્ટીપલ વિઝા એન્ટ્રીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક પ્રવાસીઓ લાંબા ગાળાના વિઝા પર દેશમાં આવતા હતા અને બાદમાં સાઉદી અરેબિયામાં હજ કરવા અથવા કામ કરવા માટે અનધિકૃત સમયગાળા માટે રોકાય જાય છે. જેના કારણે વ્યવસ્થા પર અસર પડે છે.
    સાઉદી સરકારને આશા છે કે વિઝાના નિયમોમાં ફેરફારથી માત્ર અધિકૃત હજયાત્રીઓ જ હજ કરી શકશે, જેના કારણે શહેરમાં ભીડ ઓછી થશે અને દરેક વ્યક્તિ ગરમીથી બચવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાનો લાભ લઈ શકશે. સાઉદી અધિકારીઓએ મલ્ટીપલ એન્ટ્રી વિઝાના સસ્પેન્શનને કામચલાઉ ગણાવ્યું છે. આ સસ્પેન્શન ક્યાં સુધી ચાલુ રહેશે તે હજુ સ્પષ્ટ નથી.

    Post Views: 1,509
    @saudi
    Previous Article‘આપ’દા દિલ્હી ખાલી કરો, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા હાર્યા, આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી
    Next Article રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ દિલ્હીમાં aap થી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો

    Related Posts

    विषय : क्षत्रिय ठाकोर सेना के अभूतपूर्व कार्यक्रम की सराहना करते गिव क्षत्रिय ठाकोर और पाटीदार समाज की तर्ज पर गुजरात के 65 लाख मुस्लिम समाज को मसलक फिरका दरकिनार कर कलमे की बुनियाद पर संगठित होने का ग्यासुद्दीन शेख का आहवान

    January 28, 2026

    આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં

    December 25, 2025

    ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા

    October 17, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.