- નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સૌથી વીવીઆઈપી સીટ નવી દિલ્હી પર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ હરાવ્યા. સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ ત્યારથી કેજરીવાલ સતત પાછળ ચાલી રહ્યા હતા. લગભગ બે કલાકની મત ગણતરી બાદ કેજરીવાલ થોડા સમય માટે આગળ નીકળી ગયા હતા, પરંતુ આખરે તેઓ ૩૧૮૨ વોટથી ચૂંટણી હારી ગયા છે. આપના ઉમેદવાર અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહે હરાવ્યા. કાલકાજી વિધાનસભા સીટ પણ ઘણી હોટ સીટ હતી.
આ બેઠક પરથી દિલ્હીના સીએમ આતિશી મેદાનમાં હતા.તેઓ ચૂંટણી જીતી ગયા છે. આતિશીએ ભાજપના ઉમેદવાર રમેશ બિધૂડીને લગભગ ૪ હજાર વોટથી હરાવ્યા.
અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ તરત જ પરવેશ વર્માએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હતો. જણાવાઈ રહ્યું છે કે, શાહે તેમને તાત્કાલીક મળવા બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ પરવેશ વર્માને નવી સરકારમાં મોટી જવાબદારી સોંપી શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેજરીવાલને હરાવ્યા બાદ પરવેશ વર્મા સીએમ પદના પ્રબળ દાવેદારોમાં સામેલ થઈ ગયા છે. આમ પણ નવી દિલ્હી સીટનો ઈતિહાસ રહ્યો છે કે, આ સીટ પરથી ચૂંટણી જીતનારા સીએમ બને છે. શિલા દીક્ષિત, અરવિંદ કેજરીવાલ આ સીટ પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમા ભાજપ અને આપ વચ્ચે મુખ્ય મુકાબલો હતો. પરિણામોના જે રૂઝાન આવી રહ્યા છે, તે જાેતાં દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. દિલ્હી પર ૧૦ વર્ષ શાસન કરનારી આમ આદમી પાર્ટી માટે આ પરિણામો મોટા ફટકા સમાન છે. એવું કહેવાઈ રહ્યું છે કે, આપ અને કોંગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડતા તેનો ફાયદો ભાજપને મળ્યો છે. વળી, વિકાસ કાર્યો ન થવાથી અને ભ્રષ્ટાચાર મામલે દિલ્હીના લોકો આમ આદમી પાર્ટીથી નારાજ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી સાથેની નજીકની સ્પર્ધા વચ્ચે, દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે. આપ અને ભાજપ વચ્ચે જાેરદાર ટક્કર થઈ, ત્યારબાદ ઝ્રસ્ આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવીને ચૂંટણી જીતી. કોંગ્રેસે આ બેઠક પર અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાલકાજી બેઠક પરથી ફરી જીત મેળવનાર આમ આદમી પાર્ટીના આતિશીએ ચાર મહિના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે, તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કાલકાજી બેઠક પરથી ભાજપના રમેશ બિધુરી ૧૧મા રાઉન્ડ પછી ૨૭૩૬ મતોથી પાછળ હતા. અહીં મુખ્યમંત્રી આતિશીએ આગેવાની લીધી છે. સીએમ આતિશીએ રમેશ બિધુરીને હરાવીને જીત મેળવી. વિજય નોંધાવ્યા પછી, આતિશી ઉૈહૈહખ્ત ઝ્રીિંૈકૈષ્ઠટ્ઠંીજ લેવા માટે પહોંચી ગયા છે. આતિશીએ જીત હાંસલ કરી પાર્ટીની લાજ રાખી છે. આતિશીનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો હતો.