Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દિલ્હી જ નહીં, દેશના પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી

    દિલ્હી જ નહીં, દેશના પાંચ રાજ્યમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય નથી

    City Today DailyBy City Today DailyFebruary 9, 2025

    નવી દિલ્હી, તા.૯
    દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન નથી થયું. ૭૦ વિધાનસભા બેઠકો વાળી કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી છે. જાે કે, દિલ્હી એક માત્ર એવું રાજ્ય નથી કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા શૂન્ય હોય. દેશમાં ઓછામાં ઓછા ૪ રાજ્યોમાં કોંગ્રેસની પાસે એક પણ ધારાસભ્ય નથી. જેમાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્ય પણ સામેલ છે. આ સિવાય સિક્કિમ, નાગાલેન્ડમાં પણ કોંગ્રેસને શૂન્ય બેઠક છે. જ્યારે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં એક-એક બેઠક કોંગ્રેસ પાસે છે.
    આંધ્રપ્રદેશમાં ૨૦૨૪માં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક પર જીત મળી ન હતી. પાર્ટીના વધુ પડતા ઉમેદવારો ત્રીજા નંબરે અથવા તો જમાનત જપ્ત કરાવી બેઠા હતા. આંધ્રપ્રદેશમાં દ્ગડ્ઢછ ગઠબંધન પાસે ૧૬૪ ધારાસભ્ય છે. જ્યારે વિપક્ષી રૂજીઇની પાસે ૧૧ ધારાસભ્ય છે. રસપ્રદ વાત એ છે કે, આંધ્રપ્રદેશમાં વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં રહી છે.
    પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ૨૯૪ બેઠક છે. ૨૦૨૧માં મે મહિનામાં અહીં ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસ અહીં લેફ્ટ ફ્રન્ટની સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેને જીત ન મળી શકી. બંગાળમાં પહેલીવાર કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને પાર્ટીની પાસે ૨૨૪ ધારાસભ્ય છે. ત્યારે વિપક્ષી ભાજપ પાસે અહીં ૬૬ ધારાસભ્ય છે.
    ૨૦૨૨માં મુર્શિદાબાદના સાગરદિધી બેઠક પર કોંગ્રેસને જીત પણ મળી, પરંતુ ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાઈ ગયા. ત્યારબાદ અત્યાર સુધી બંગાળમાં જેટલી પણ પેટાચૂંટણી થઈ છે, તેમાં કોંગ્રેસને જીત નથી મળી શકી. સિક્કિમમાં કુલ ૩૨ વિધાનસભા બેઠકો છે. એક સમયે કોંગ્રેસ અહીં મજબૂત સત્તામાં હતી, પરંતુ હવે સિક્કિમમાં તેની પાસે એક પણ બેઠક નથી. સિક્કિમમાં પણ કોંગ્રેસ શૂન્ય પર ઉભી છે. સિક્કિમની બધી ૩૨ બેઠકો સિક્કિમ ક્રાંતિકારી મોરચાના કબજામાં છે. SKM  અહીં ભાજપ સાથે ગઠબંધનમાં છે.
    નાગાલેન્ડમાં કુલ ૬૦ વિધાનસભા બેઠકો છે. અહીં ફેબ્રુઆરી ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસ પાર્ટી અહીં એક પણ બેઠક જીતી શકી નથી. નાગાલેન્ડમાં, NDPP પાસે ૨૫ ધારાસભ્યો છે, BJP  પાસે ૧૨, NCP  પાસે ૭, NPP  પાસે ૫, LJP (R) પાસે ૨ અને RPI  પાસે ૨ ધારાસભ્યો છે. આ ઉપરાંત, નાગાલેન્ડમાં NPF ના ૨ અને ૫ અપક્ષ ધારાસભ્યો છે. રસપ્રદ વાત એ છે કે નાગાલેન્ડમાં બધા જ પક્ષો સરકારનો ભાગ છે. અહીં કોઈ વિરોધ નથી. અરુણાચલ વિધાનસભામાં કુલ ૬૦ બેઠકો છે. આ પૂર્વોત્તર રાજ્યમાં NDA  પાસે ૫૯ બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય છે. તેવી જ રીતે, મેઘાલય અને મિઝોરમમાં કોંગ્રેસના એક-એક ધારાસભ્ય છે. તેવી જ રીતે, મણિપુર અને પુડુચેરીમાં કોંગ્રેસના બે-બે ધારાસભ્યો છે. તાજેતરમાં સુધી, પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર હતી. મણિપુરમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે.

    Post Views: 410
    @congres
    Previous Articleએક શખ્સે aap ની હારથી ખુશ થઈને ગધેડાને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં
    Next Article હિન્દુ યુવક બે મુસ્લિમ પત્નીેને લઈને મહાકુંભમાં સ્નાન કરવા આવ્યો :બંનેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદારોને નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવા પર તુરંત રોક લગાવવામાં આવે : ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય ,ગ્યાસુદ્દીન શેખ જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય

    January 24, 2026

    ધાર્મિક સંસ્થાઓ, સિવીલ સોસાયટીના લોકો સહિતના અન્ય તમામ મુસ્લિમ સંસ્થાઓને જુમ્માના ખુત્બામાં SIR પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નં. ૭ અંગે મુસ્લિમ સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ : ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય ,ગ્યાસુદ્દીન શેખ જીપીસીસીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય

    January 24, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.