સિટી ટુડે, અમદાવાદ :24
સમગ્ર ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ 4 કરોડ 34 લાખ મતદાતાઓમાંથી અંદાજિત 40% મતદારોને Logical Discrepancy અને No Mapping ની શ્રેણીમાં ગણી BLO દ્વારા નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે BLO એ મતદારો પાસેથી પુરાવા મેળવ્યા બાદ ડ્રાફટ મતદાર યાદીમાં નામ સમાવેશ કરવામાં આવ્યા છે, ત્યારે BLO દ્વારા ફરીથી મતદારોને નોટિસ પાઠવી રૂબરૂ ઉપસ્થિત રહેવાનું જણાવાતા મતદારો માનસિક-શારિરીક તાણ અનુભવી રહ્યા છે
તાજેતરમાં ચાલી રહેલ SIR ની પ્રક્રિયાના અનુસંધાને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાજીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેશન જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, જીપીસીસીના વરિષ્ઠ નેતા – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશભાઈ રવાણી, જીપીસીસીના મહામંત્રી ઈકબાલભાઈ શેખ, પ્રદેશ આગેવાન જુનેદ શેખ અને અહમદ બેનજીવાલાએ રૂબરૂ મુલાકાત લઈ નીચે મુજબના મુદ્દાઓ પરત્વે રજૂઆત કરી હતી.
તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ અથવા જાહેર કરેલ છે. ડ્રાફટ મતદારયાદીમાં મતદાર પોતે, પોતાના માતા-પિતા, દાદા-દાદીના નામોમાં મસ મેચીંગના કિસ્સામાં ૨૦૦૨ની મતદારયાદીમાં લખેલ વિગત તથા હાલની મતદારયાદીમાં લખેલ મતદારયાદીની વિગત નામ લખવાની પદ્ધતિમાં ફેરફાર હોવાને કારણે Logical Discrepancy ઉપસ્થિત થયેલ છે.
અમારી જાણમાં આવ્યા મુજબ તા. ૨૯-૧૨-૨૦૨૫ના રોજ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સા.વ.વિ., ગુ.રા. દ્વારા ગાંધીનગર ખાતે ગુગલ મીટ મારફત મળેલ સૂચનાઓના અનુસંધાને Logical Discrepancy ના કિસ્સામાં જે મતદારોએ પોતાના ડોક્યુમેન્ટ BLO/AERO/ERO ને જમા કરાવેલ છે તે કિસ્સામાં મતદારોને નોટિસની બજવણી કરવાની રહેશે નહી તે નક્કી થયેલ હોવા છતાં તમામ Logical Discrepancy ના મતદારોને નોટિસની બજવણી કરવામાં આવે છે જે યોગ્ય નથી જેથી BLO દ્વારા કરવામાં આવેલ મેપીંગને યોગ્ય ગણી મતદાર તરીકે નોંધણી કરવામાં આવે.
ભારતીય ચૂંટણી પંચના MOTTO “No Voters should be left behind” ધોરણ નક્કી કરેલ હોવા છતાં મતદારોને યેનકેન પ્રકારે કનડગત હેરાનગતિ કરી મતદાર તરીકેનું લોકતાંત્રિક અધિકારનું હનન થઈ રહ્યુ હોય તેવુ લાગે છે માટે આપશ્રીને વિનંતી છે કે મતદારોના હિતને ધ્યાનમાં રાખી BLO ને પ્રાપ્ત થયેલ પુરાવાઓને યોગ્ય ગણી મતદાર તરીકે નોંધણી કરવામાં આવે.
સામાન્ય રીતે મતદાર મધ્યમવર્ગીય હોય છે જે દરરોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. વારંવાર નોટિસો આપવાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. Logical Discrepancy અંગેના ડોક્યુમેન્ટ BLO દ્વારા કલેક્ટ કરી અપલોડ કરવામાં આવે તો સમયનો સદઉપયોગ થઈ શકે છે. માનવતાના ધોરણે લોકોને સુનાવણીમાં બોલાવવામાં ન આવે તેવી વિનંતી.
* જે મતદારોના જન્મના પ્રમાણપત્રમાં કે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટમાં પોતાના પિતાનું નામ અને અટક દર્શાવેલ હોય તેના કરતાં હાલમાં પોતાના પતિ સાથે રહતા હોઈ પતિનું નામ અને અટક અલગ થઈ જતી હોય તેવા કિસ્સામાં બન્ને વ્યક્તિ એક જ છે તેવી એફિડેવિટ કરાવી MAPPING કરવામાં સરળતા કરવી જોઈએ. આ મુજબનો પરિપત્ર કે CIRCULAR દરેક HEARING કરતા AERO ને મોકલી આપવું જોઈએ.
તાજેતરમાં ચાલી રહેલ SIR ની પ્રક્રિયાના અનુસંધાને તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ અથવા જાહેર કરેલ છે. આ સાથે NO MAPPING થયેલ મતદારોને સમાવેશ પણ કરવામાં આવેલ છે.
તા. ૧૪-૧૨-૨૦૨૫ના રોજ મતદારોની નોંધણી BLO ને અપલોડ કરવા સુધીનો સમય આપવામાં આવેલ તેમ છતાં તંત્ર દ્વારા તા. ૧૨-૧૨-૨૦૨૫ના રોજ BLO Application થી મતદારોની નોંધણી બંધ કરી દેવામાં આવેલ હતી જેથી તા. ૧૨ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ના મતદારો પોતે, પોતાના માતા-પિતા, દાદા-દાદીની વિગતો કે જે ૨૦૦૨ની મતદાર યાદીમાં નામનો સમાવેશ હોવા છતાં BLO Application માં SIR ફોર્મ અપલોડ કરેલ નથી.
ત્યાર બાદ તા. ૧૯-૧૨-૨૦૨૫ થી BLO ને મળેલ સૂચના મુજબ NO MAPPING ના મતદારોના યોગ્ય પુરાવાઓ મેળવી અપલોડ કરવા સૂચના આપવામાં આવેલ. BLO દ્વારા NO MAPPING ના મતદારો પાસેથી પુરાવા લઈ અપલોડ કરેલ તેમ છતાં તા. ૧-૧-૨૦૨૬ થી NO MAPPING ના મતદારોને નોટિસની બજવણી કરવાની જાણ કરવામાં આવેલ છે. ખરેખર BLO દ્વારા પુરાવાના આધારે જો NO MAPPING ના મતદારોનું મેપીંગ કરી દીધેલ હોઈ તો પછી નોટિસની બજવણી કરવાની રહેતી નથી. તેમ છતાં નોટિસની બજવણી એ એક પ્રકારે મતદારોને હેરાનગતિ સમાન છે.
અમારી જાણમાં આવ્યા મુજબ તા. ૨૯-૧૨-૨૦૨૫ના રોજ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સા.વ.વિ., ગુ.રા. દ્વારા ગાંધીનગર ખાતે ગુગલ મીટ મારફત મળેલ સૂચનાઓના અનુસંધાને NO MAPPING ના કિસ્સામાં જે મતદારોએ પોતાના ડોક્યુમેન્ટ BLO/AERO/ERO ને જમા કરાવેલ છે તે કિસ્સામાં મતદારોને નોટિસની બજવણી કરવાની રહેશે નહી તે નક્કી થયેલ હોવા છતાં તમામ NO MAPPING ના મતદારોને નોટિસની બજવણી કરવામાં આવે છે જે યોગ્ય નથી જેથી BLO દ્વારા કરવામાં આવેલ મેપીંગને યોગ્ય ગણી મતદાર તરીકે નોંધણી કરવામાં આવે.
સામાન્ય રીતે મતદાર મધ્યમવર્ગીય હોય છે જે દરરોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. વારંવાર નોટિસો આપવાથી તેમના રોજીંદા જીવન પર અસર થાય છે. લોકોમાં ભય અને અફરા તફરીનો માહોલ પ્રવર્તે છે. NO MAPPING અંગેના ડોક્યુમેન્ટ BLO દ્વારા કલેક્ટ કરી અપલોડ કરવામાં આવે તો સમયનો સદઉપયોગ થઈ શકે છે. માનવતાના ધોરણે લોકોને સુનાવણીમાં બોલાવવામાં ન આવે તેવી વિનંતી.
નીચે જણાવેલ મુદ્દા પરત્વે સંજ્ઞાન લઈ યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે.
વિવિધ age difference વાળા જે નામો બતાવે છે તેના માતા/પિતા/દાદા/દાદી ની ૨૦૦૨ ની hard copy મતદાર યાદીમાં age details ચેક કરતાં તેના ઘર નંબર અથવા તો અનુક્રમ નંબર age તરીકે system data digital કરતી વખતે લઈ લીધેલ છે, જેના કારણે આ age difference આવે છે જે ખરેખર નથી…
તો આ નથી મતદારની ભૂલ કે નથી BLO ની ભૂલ, છતાં આવી કામગીરી તો અર્થવિહિન છે.
આ બાબતે દરેક મિત્રો age different વાળા જે નામો તમારા બૂથમાં હોય તેના માતા/પિતા/દાદા/દાદી ની ૨૦૦૨ ની hard copy મતદાર યાદીમાં વિગત રેન્ડમલી ચેક કરો…તેના ઘર નંબર કાં તો ક્રમ નંબર ઉંમર તરીકે બતાવે છે….










