Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    મનપાને જગાડવા કેદારને જાન આપવી પડી!? ડ્રેનેજ અને ખુલ્લા ઢાંકણા સમારકામ કરવા સ્થાયી કમિટિના ચેરમેનનો આદેશ

    City Today DailyBy City Today DailyFebruary 10, 2025

    સુરત,તા.૧૦
    શહેરના વરિયાવ વિસ્તારમાં બે વર્ષનો કેદાર ગટરની લાઈનનું ઢાંકણ તૂટેલું હોવાથી પડી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ બાબતને લઈને જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જાેકે હવે સ્થાયી સમિતિ આ બાબતને ગંભીરતાથી લેતા તમામ ઝોનમાં કામગીરી કરવા માટે સૂચના આપી દીધી છે.
    શહેરમાં અનેક જગ્યાએ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટી ગયેલા હોવાનો શાસકોએ સ્વીકાર કર્યો છે અને તાત્કાલીક સમારકામ કરવા તાકીદ કરી છે. શાસકો અને અધિકારીઓ જ્યાં સુધી કોઈ નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય ત્યાં સુધી જાણે કામ ન કરવાનું નક્કી કરી લીધું હોય તેવું સુરત શહેરમાં જાેવા મળી રહ્યું છે.
    ઘણી વખત સ્થાનિક લોકો પોતાના વિસ્તારમાં ગટરના ઢાંકણા થી લઈને ચેમ્બરોની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ કરતા હોય છે પરંતુ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેતા નથી સ્થાનિક કોર્પોરેટરો પણ આ ખાડા કામ કરતા હોય છે તાજેતરમાં જે રીતે કેદારનું મોત થયું ત્યારબાદ હવે શાસકો પણ શહેરના તમામ ઝોનની અંદર કામગીરી કરવા માટે સૂચના આપી રહ્યા છે.
    સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ખુલ્લી ગટર અને ચેમ્બરોને કારણે કોઈપણ વ્યક્તિનો જ જઈ શકે છે. આવી ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તમામ ઝોનમાં ખુલ્લા તેમજ તૂટેલા હોય તેવા ચેમ્બરોને તાકીદના ધોરણે રીપેર કરી અથવા તો નવા બદલાવા અંગે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે સાત દિવસની અંદર તમામ ઝોનના રિપોર્ટ તૈયાર કરીને કામગીરી યોગ્ય રીતે કરી છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. શહેરમાં ગટરના ખુલ્લા ઢાંકણું ખેલ ખેલ જાેવા મળતા હોય છે જેને કારણે ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકો પણ અકસ્માતના ભોગ બને છે તો ઘણી વખત બાળકોના મોત પણ નીપજતા હોય છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે પગલાં લેવા શાસકો ર્નિણય લઇ રહ્યા છે.

    Post Views: 446
    @smc
    Previous Articleતમામ ધર્માેને મળતા દાન માટે એક સમાન કાયદો લાવવા VHP ની માંગ
    Next Article વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી. જાેકે, આ મામલે સુરતની પાલ પોલીસે ૧૨ જેટલી ગાડીઓ જપ્ત કરી છે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.