Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વાહન ચેકિંગમાં બે યુવકો પાસેથી ચપ્પા મળતા, પોલીસ સાથે માથાકુટ

    વાહન ચેકિંગમાં બે યુવકો પાસેથી ચપ્પા મળતા, પોલીસ સાથે માથાકુટ

    City Today DailyBy City Today DailyFebruary 11, 2025

    સુરત, તા.૧૧
    કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન બે અલગ-અલગ યુવકો પાસેથી ચપ્પુ મળી આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને યુવકોની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને અસામાજિક તત્વો પાસેથી ચપ્પુ મળ્યું હોવા છતાં પણ બંનેએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને અપશબ્દો બોલી પોલીસને જ કાયદો શીખવાડવા લાગ્યા હતા.
    મળતી માહિતી મુજબ, આજરોજ (૧૧ ફેબ્રુઆરી) તમામ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા હેલ્મેટને લઈને ચેકિંગ આધરવામાં આવ્યું હતું. જેના પગલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડીજીવીસીએલની કચેરીની બહાર ટ્રાફિક પોલીસ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન બે યુવકોને અટકાવવામાં આવતા દાદાગીરી કરવા લાગ્યા હતા. જેથી પોલીસ દ્વારા તેમને પકડીને તપાસ હાથ ધરવામાં આવતા બંને પાસેથી રેમ્બો ટાઈપના ચપ્પુ મળી આવ્યા હતા. ચપ્પુ કબજે કરીને પોલીસે બંને અસામાજિક તત્વોને પકડી લીધા હતા. પોલીસ જ્યારે બંને યુવકો પાસેથી ચપ્પુ કાઢ્યા ત્યારે તેઓએ પોલીસ સાથે રોફ જમાવવાની કોશિશ કરી હતી. જાણે કે તેમને પોલીસનો કોઈ ખોફ જ ન હોય એવા દૃશ્યો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ સાથે દાદાગીરી કરવામાં આવી હતી અને આ સાથે જ અપશબ્દો બોલીને કાયદો શીખવાડવા લાગ્યા હતા. દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી કાપોદ્રા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં કાપોદ્રા પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળી આવેલા હથિયારો કબજે કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના સુરતમાં અસામાજિક તત્વોના વધી રહેલા ત્રાસનો સંકેત આપે છે. પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહી જ આવા તત્વો પર અંકુશ લગાવી શકે છે.

    Post Views: 562
    પોલીસ સાથે માથાકુટ વાહન ચેકિંગમાં બે યુવકો પાસેથી ચપ્પા મળતા
    Previous Articleવેરા વસુલાત મામલે પણ સેન્ટ્રલઝોન સૌથી પાછળ
    Next Article બે પોલીસકર્મી પર જીવલેણ હુમલો, સમગ્ર મામલો દબાવાનો પ્રયાસ, કલાકો વિતી ગયા છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઇ

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.