(સિટી ટુડે) સુરત,તા.૧૧
સુરત શહેરમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અઠવાઈલાઈન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પો.સ્ટેશનના બે પોલીસકર્મી પર હુમલો થયાના કલાકો વીત્યા છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરમા ચેઇન સ્નેચિંગ, લૂટ જેવી ઘટનાઓમા ઉત્તરોઉતર વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીગની કાર્યવાહી સઘન કરી હતી. દરમિયાન બે પોલીસ જવાનોઅઠવાલાઇન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમા હતા. ભાઠેનાથી ફિલ્મી ધબે પોલીસે પીછો કર્યો હતો. તે દરમિયાન તેઓની નજર ત્રણ શંકમદ શખ્સો પર ગઇ હતી. જેમને રોકવા જણાવતા તેઓ નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. સલાબતપુરા પોલીસ સ્ટેશનનાના બે પોલીસકર્મી પર હુમલો કરીને નાસી છુટ્યા હતા.
બે પોલીસ કર્મી પર જીવલેણ હુમલો છતા કોઇ જ ફરિયાદ નોંધવામાં આવી નથી. બંને પોલીસ કર્મી પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી છુટયા હતા. આટલી ગંભીર ઘટના હોવા છતા ઉપરી અધિકારીઓએ આ મામલાને ગભીરતાથી લીધી ન હતી તેમજ તત્વો વિરુધ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ શુધ્ધા ન નોંધી તેઓ કોણ હતા , ક્યાથી આવ્યા હતા તે અંગે પણ તપાસ કરવામા આવી ન હતી. જેથી સ્થાનિક લોકોમા પોલીસ સામે રોષનુ વાતાવરણ જાેવા મળ્યુ હતુ.
