Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૫ ફેબ્રુઆરીથી હેલ્મેટ ચેકિંગનું કડક અમલીકરણ‘ત્રણ હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે’

    ૧૫ ફેબ્રુઆરીથી હેલ્મેટ ચેકિંગનું કડક અમલીકરણ‘ત્રણ હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે’

    City Today DailyBy City Today DailyFebruary 12, 2025

    સુરત, તા.૧૨
    સુરત શહેરમાં ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫થી હેલ્મેટ ચેકિંગના કડક અમલીકરણ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ૩૦૦થી વધુ અધિકારીઓ અને ૩,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ શહેરના દરેક મુખ્ય જંકશન અને રોડ પર તૈનાત રહેશે અને વીડિયો ઓન કેમેરા તથા “વન નેશન, વન ચલણ” એપ દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોને ઇ-ચલણ આપવામાં આવશે.
    ૪૦થી વધુ સ્પેશિયલ ટીમો શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ અને જંકશન પર હાજર રહેશે અને સ્થળ-દંડ વસુલશે. ટ્રાફિક પોલીસ ઇન્ટરસેપ્ટર વેન દ્વારા પણ પેટ્રોલિંગ કરશે અને હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને પકડીને ઈ-ચલણ આપશે.
    ટ્રાફિક પોલીસ ડ્રોનના માધ્યમથી હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકોની ઓળખ કરશે. શહેરના ૭૭૨ સીસીટીવી કેમેરા દ્વારા હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચાલકોનું ઈ-ચલણ જનરેટ થશે. પબ્લીક એડ્રેસ સિસ્ટમ દ્વારા કંટ્રોલ રૂમ પરથી જ એલર્ટ આપવામાં આવશે કે કોઈ જંકશન પર હેલ્મેટ વિના વાહન ચલાવતું વ્યક્તિ છે.
    જાે કોઈ વ્યક્તિએ પાંચથી વધુ વખત હેલ્મેટ વિના વાહન ચલાવ્યું હોય, અને તેના વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ થયું હોય, તો આર.ટી.ઓ. ને રિપોર્ટ મોકલવામાં આવશે અને એવા વાહન ચાલકોનું લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાશે. શહેરમાં જે વિસ્તારોમાં હેલ્મેટના નિયમનું પાલન નથી થતું, ત્યાં ડ્રોન દ્વારા સર્વે કરીને વધારે પોલીસ ફોર્સ તૈનાત કરાશે અને વધુ ચલણ ફટકારાશે.
    સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, હવે હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જાે સલામતીને મહત્વ આપશો નહીં, તો દંડ ભરવા માટે તૈયાર રહો.

    Post Views: 621
    ૧૫ ફેબ્રુઆરીથી હેલ્મેટ ચેકિંગનું કડક અમલીકરણ‘ત્રણ હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે’
    Previous Articleઅયોધ્યામાં બાબરી ધ્વંશ બાદ પાટણમાં થયેલા કોમી કેસમાં ૪૬ આરોપીઓ નિર્દોષ જાહેર
    Next Article મનપાના ડમ્પરો શહેરમાં યમદુતની જેમ ફરી રહ્યા છે, અડાજણ-પાલ રોડ પર ડમ્પર ચાલકે એક યુવતીને કચડી માર્યુ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.