પાટળ, તા.૧૨
અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં હુલ્લડને મામલે બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે સર્જાયેલા ૧૯૯૨ના હુલ્લડ કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં સિધ્ધપુરમાં ૩૩ વર્ષ અગાઉ થયેલ કોમી હુલ્લડના કેસના ૪૬આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી ૧૮ આરોપીઓ મૃત્યુ પામ્યા છે.પાટણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે ૪૬ આરોપીઓ પૈકી હયાત ૨૮ને પુરાવાના ભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
