Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ૫૭ ટકા મતદાન થયું, ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ૫૭ ટકા મતદાન થયું, ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

    City Today DailyBy City Today DailyFebruary 16, 2025

    ગાંધીનગર, તા.૧૬
    ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ૬૬ નગરપાલિકા, ૩ તાલુકા પંચાયત અને ૧ મહાનગરપાલિકા માટે કુલ ૫૦૮૪ ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થવાનું છે. લગભગ ૩૮ લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો ર્નિણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ ૨૧૩ બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૫ વોર્ડની ૬૦ બેઠકોમાંથી ૮ બેઠકો બિનહરિફ જાહેર છે. જાેકે રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ ખોટકાયાની ફરિયાદો મળી રહી છે. ધંધૂકા અને જામનગરમાં તો બે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પરિજનો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
    રાજ્યમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં એક પ્રિસાઈડિંગ ઓફિસર ઇલેક્શન ડ્યુટીમાં જ દારૂ પીધેલ હાલતમાં પકડાયા છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પીધેલા ચૂંટણી અધિકારી વીરેન્દ્ર સુખાભાઈ બારિયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેઓ મહેમદાવાદ પ્રાથમિક કન્યા શાળામાં ફરજ પર હતા.
    પીધેલી હાલતમાં ફરજ બજાવતાં અધિકારીને તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન આવ્યો હતો. વળી, બારિયા રાસ્કા સરકારી પોલિટેક્નિક, ખેડા ખાતે લેક્ચરર તરીકે પણ ફરજ બજાવે છે. મહેમદાવાદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    અમરેલીના જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરા સોલંકી વોર્ડ નંબર ૬માં આવેલી તાલુકા શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પત્ની પણ હાજર હતા. તેમણે મતદારોને ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. જ્યારે વલસાડથી એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં વોર્ડ નંબર ૨માં ભાજપને વોટ આપતા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ભાજપની પેનલને વોટ આપતો વીડિયો વાઈરલ છે. જાેકે હજુ સુધી આ વીડિયોની પુષ્ટી થઇ શકી નથી.
    રાજ્યમાં સ્થાનિક એકમોની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે જેતપુરમાં ઈવીએમ ખોટકાયાની માહિતી સામે આવી છે. અહીં વોર્ડ નંબર ૫ અને ૮માં ઈવીએમ ખોટકાઈ જતાં મતદારોની લાંબી લાઈન સર્જાઈ હતી અને મતદાન અટવાઈ ગયું હતું.
    બીજી બાજુ લુણાવાડામાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે મતદાન મથકે બોલાચાલીના દૃશ્યો જાેવા મળ્યો હતા. અહીં વોર્ડ નંબર ૪ પર બે એજન્ટો બાખડ્યા હતા. ગાંધીનગરમાં પણ સ્થાનિક એકમોની ચૂંટણી માટે તાલુકા પંચાયતની ૨૮ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જ્યાં ૨૨૪ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ૨૮૦ ઈવીએમ ફાળવાયા હતા.
    મતદાનનો એવો ઉત્સાહ હતો કે ધંધૂકામાં એક વરરાજા લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી ગયા હતા. જ્યારે બોટાદમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ વાજતે-ગાજતે મતદાન કરવા આવ્યા હતા. જ્યારે જામનગરમાં પણ એક વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા.
    ખેડામાં સ્થાનિક એકમની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના જાેવા મળી. વોર્ડ નંબર ૫ પર પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીને ડ્યુટી કરવા પહોંચ્યા હતા. માહિતી અનુસાર દ્વારકાના સલાયામાં વોર્ડ નંબર ૨માં કલાકો સુધી ઈવીએમ ખોટકાતાં મતદારો રઝળી પડ્યા હતા. અમદાવાદમાં ઘાટલોડિયામાં પેટાચૂંટણીનો માહોલ જામ્યો હતો. અહીં એએમસી ડેપ્યુટી મેયર જતિન પટેલે મતદાન કર્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે ઉત્સાહથી મતદાન કરવું એ ઘાટલોડિયાની તાસીર છે.

    Post Views: 347
    ૫૭ ટકા મતદાન થયું ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઠેર-ઠેર ઈવીએમ ખોટકાયા
    Previous Articleવોર્ડ નં.૧૮ની પેટાચૂંટણીમાં ગરમાગરમી, મતદાનના દિવસે ભાજપના કાર્યકર્તા ખેસ પહેરીને ફરતા જાેવાયા, તો ક્યાંક બેનર લાગતા કોંગ્રેસ-આપનો વિરોધ
    Next Article લાલુ યાદવની ટિપ્પણીથી રાજકારણ ગરમાયું, કુંભનો કોઈ અર્થ નથી, નકામો છે કુંભ…કુંભ…કુંભનો કોઈ મતલબ નથી, બધુ વ્યર્થ

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.