Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, May 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મુસ્લિમ બિરાદરો માટે મોટો ર્નિણય, રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓને ઓફિસમાંથી ૪ વાગ્યા બાદ મળશે છુટ્ટી

    મુસ્લિમ બિરાદરો માટે મોટો ર્નિણય, રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓને ઓફિસમાંથી ૪ વાગ્યા બાદ મળશે છુટ્ટી

    City Today DailyBy City Today DailyFebruary 18, 2025

    હૈદરાબાદ, તા.૧૮
    રાજ્ય સરકારના સરકારી વિભાગો અને સાર્વજનિક ક્ષેત્રના એકમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને પવિત્ર રમઝાન માસ દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે ૪ વાગ્યે જવાની છૂટ મળશે. આ છૂટ ૨જી માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની રહેશે
    તેલંગાણા સરકારે રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓન વહેલા ઓફિસ છોડવની છૂટ આપી છે. રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો, સાર્વજનિક ક્ષેત્રો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને રમઝાનના પવિત્ર માસ દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે ૪ વાગ્યે તેમની ઓફિસો અને શાળા છોડવાની મંજૂરી આપી છે. આ છૂટ ૨ માર્ચ, ૨૦૨૫થી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે.
    સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ ર્નિણય સરકારી મુસ્લિમ કર્મચારીઓ, શિક્ષકો, કરાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને પણ લાગુ પડે છે. આ પગલાનો હેતુ રમઝાન દરમિયાન ધાર્મિક વિધિઓ અને આવશ્યક પ્રાર્થનાઓને વધુ સુવિધાજનક બનાવવાનો છે. આ વખતે રમઝાન મહિનો ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે જે ૨૯ માર્ચ સુધી ચાલશે.
    ભાજપના અમિત માલવિયાએ તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી છે. ઠ પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું, ‘તેલંગાણા સરકારે રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓ માટે કામના કલાકોમાં છૂટછાટને મંજૂરી આપી છે. જ્યારે હિંદુઓ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે, ત્યારે તેમને ક્યારેય આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી. આ ર્નિણય કોઈ એક સમુદાયની ધાર્મિક માન્યતાઓ પ્રત્યે સંવેદનશીલ હોવા અંગેનો નથી, પરંતુ તેને માત્ર મતબેંક સુધી મર્યાદિત રાખવાનો છે. આનો વિરોધ થવો જાેઈએ.
    ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો રમઝાન મહિનો કહેવાય છે. આ મહિનાની શરૂઆત ચાંદ દેખાયા બાદ થાય છે. રમઝાન દરમિયાન, મુસ્લિમ લોકો રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરે છે. રમઝાન મહિનો પૂરો થયા બાદ સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. રમઝાનમાં, મુસ્લિમો દિવસભર રોઝા રાખવા માટે સૂર્યોદય પહેલા જ સેહરી ખાઈ લે છે, ત્યારબાદ તેઓ આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહે છે અને ખુદાાના નામનો જાપ કરે છે. સાંજે ઈફ્તાર દરમિયાન રોઝા ખોલવામાં આવે છે.
    ઇસ્લામિક માહિતી અનુસાર, રોઝા રાખવા એ એ ઇસ્લામના પાંચ મૂળભૂત સિદ્ધાંતોમાંથી એક છે. તમામ મુસ્લિમો માટે આ પાંચ સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પાંચ સિદ્ધાંતોમાં નમાઝ, દાન, આસ્થા, હજ અને રોઝાનો સમાવેશ થાય છે.

    Post Views: 818
    મુસ્લિમ બિરાદરો માટે મોટો ર્નિણય રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓને ઓફિસમાંથી ૪ વાગ્યા બાદ મળશે છુટ્ટી
    Previous Articleસુરત મનપાના વોર્ડ-નં.૧૮ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ૭ હજારથી વધુ મતે વિજય
    Next Article નોટિસ વગર સરકારે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાંખ્યાનો આક્ષેપ, મસ્જિદના ડીમોલિશન બદલ યુપી સરકારને કન્ટેમ્પ્ટ નોટિસ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.