Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » યુસીસી અંતર્ગત યુસીસી કમિટી સમક્ષ રજૂઆત તેમજ પોતાના અભિપ્રાયો મોકલવા માટે રાજ્યની મુસ્લિમ જનતાને વધુ એક માસનો સમય આપવા સુશ્રી રંજના દેસાઈજી ને ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય દ્વારા માગ કરવામાં આવી 

    યુસીસી અંતર્ગત યુસીસી કમિટી સમક્ષ રજૂઆત તેમજ પોતાના અભિપ્રાયો મોકલવા માટે રાજ્યની મુસ્લિમ જનતાને વધુ એક માસનો સમય આપવા સુશ્રી રંજના દેસાઈજી ને ઈમરાન ખેડાવાલા ધારાસભ્ય, ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્ય દ્વારા માગ કરવામાં આવી 

    City Today DailyBy City Today DailyMarch 18, 2025

    સિટી ટુડે અમદાવાદ:૧૭

    તા. ૧૭ માર્ચ ૨૦૨૫ ને સોમવારના રોજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે યુસીસીના અધ્યક્ષ સુશ્રી રંજનાબેન દેસાઈને પત્ર લખી સમાન સિવિલ કોડ બાબતે યુસીસી કમીટીએ ગુજરાતની જનતા પાસે માંગેલ અભિપ્રાય બાબતે રમઝાન માસને કારણે મુદતમાં એક માસનો વધારો કરી આપવા સારુ માંગણી કરી હતી.

    બંને ધારાસભ્યો પત્રમાં રજૂઆત કરી હતી કે આપશ્રીની અધ્યક્ષતામાં યુસીસી કમિટી દ્વારા ગુજરાત રાજ્યની જનતા પાસેથી અપેક્ષિત સમાન સિવીલ કોડ બનાવવા બાબતે અભિપ્રાય -સૂચનો -મંતવ્યો માંગવા માટે તા. ૨૪ માર્ચ ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવેલ છે. જેમાં આપે સૂચવેલ ત્રણ પ્રકારે પોતાના સૂચનો મોકલવાના છે.

    અમારી આપશ્રીને નમ્ર અરજ અને વિનંતી છે કે ગુજરાતમાં કોમન સીવીલ કોડ (યુસીસી) સમાન નાગરિક ધારો સામાન્ય જનતા માટે પેચીદો મુદ્દો છે. તદ્દઉપરાંત હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ પણ ચાલતો હોઈ મુસ્લિમો રોજા રાખવામાં તેમજ ઈબાદત માં વધુ સમય ગાળતા હોઈ મુસ્લિમ સમાજ રમઝાન માસની વ્યસ્તતા ને કારણે પોતાના અભિપ્રાય આપી શક્યો નથી.

    અમારી આપશ્રી સમક્ષ એટલી જ નમ્ર વિનંતી છે કે યુસીસી અંતર્ગત માંગવામાં આવેલ અભિપ્રાય માટે ૨૪ માર્ચ ૨૦૨૫ નો સમય આપેલ છે તેની અવધિમાં એક માસનો વધારો કરવામાં આવે એટલે કે તા. ૨જી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ઈદુલ ફિત્રનો તહેવાર છે તેના એક માસની અંદર અંદાજે તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી તેની મુદત વધારવામાં આવે જેથી મુસ્લિમ સમાજ ઈદના તહેવારથી પરવારી વધુ સમય ફાળવી પોતાના મંતવ્યો યુસીસી કમિટી સમક્ષ રજૂ કરી શકે.

    અમોને આશા છે કે આપ શ્રી અમારી આ વ્યાજબી રજૂઆતને માન્ય રાખી વધુ એક માસ સુધીનો સમય આપશો એ જ વિશ્વાસ સાથે..

    ઈમરાન ખેડાવાલા ધારાસભ્યશ્રી

    ગ્યાસુદ્દીન શેખ પૂર્વ ધારાસભ્યશ્રી

    Post Views: 821
    @ucc #ucc
    Previous Articleયુસીસી અને મુસ્લિમો પર તેની પ્રચંડ અસર અને પ્રભાવ.
    Next Article અમદાવાદ ખાતે રાહુલ ગાંધી સાથેની કો ઓર્ડીનેશન મીટીંગમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી.

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.