Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પૂર બાદ ચારેયતરફ ગંદકી જ ગંદકી, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ

    પૂર બાદ ચારેયતરફ ગંદકી જ ગંદકી, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ

    City Today DailyBy City Today DailyJune 26, 2025

    સુરત, તા.૨૬
    સુરત શહેરમાં ફરી એકવાર પૂર બાદ કચરાનો નિકાલ યોગ્ય રીતે ન થતાં હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. લોકોના ઘર, દુકાનોમાં પાણીનો ભરાવો થયાં બાદ સોસાયટીના નાકે કચરો લોકોએ બહાર કાઢ્યો છે. તેનો હજુ નિકાલ થતો ન હોવાથી હવે રોગચાળો થાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોની ફરિયાદ છે કે કચરા અંગેની અનેક ફરિયાદ છે, પરંતુ અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો કચરો લઈ જતા નથી તેથી કચરો વાસ મારી રહ્યો છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા રહેલી છે.
    ચોમાસા પહેલા પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરી નબળી હોવાના કારણે સુરતમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદ અને પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરમાં બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો હતો. આ પાણી ભરાવાના કારણે લોકોના ઘરોમાં અનાજ અને અન્ય વસ્તુઓ ભીંજાઈ ગઈ હતી. પાલ અને પાલનપોર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો ત્યારે પાણીના નિકાલ માટે કામગીરી માટે તંત્રની નિષ્ફળતાના કારણે લોકોમાં ૩૬ કલાક કરતા વધારે સમય પાણીનો ભરાવો રહ્યો હતો. પાલ પાલનપોરની જેમ જ વરાછા તથા અન્ય વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો હતો. ત્યાંથી પણ મોટી માત્રામાં કચરો નીકળ્યો છે તે કચરો લોકોએ ઘર બહાર, સોસાયટી બહાર અને જાહેર રોડ પર ઢગલો કર્યો છે. બે દિવસથી આ કચરાનો ઢગલો હોવા છતાં તેનો પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતો નથી.
    પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓને વારંવાર ફોન કરવામાં આવે છે. પરંતુ તેઓ ફોન રિસિવ કરતા નથી કે કોઈ જવાબ આપતા નથી. બીજી તરફ ડોર ટુ ડોરનો કચરા માટે ગાડીઓ આવે છે તે ગાડીઓ પણ આ કચરાનો નિકાલ કરતી નથી. જેના કારણે કચરો સડી રહ્યો છે અને હવે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. જાે પાલિકા તંત્ર આ કચરાનો નિકાલ ન કરે તો રોગચાળો ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

    Post Views: 214
    કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ પૂર બાદ ચારેયતરફ ગંદકી જ ગંદકી
    Previous Articleએક તરફ ખાડીપૂર, બીજી તરફ ટ્રાફિકજામ
    Next Article ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.