Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ

    ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ

    City Today DailyBy City Today DailyJune 27, 2025

    સુરત, તા.૨૭
    સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડીપુર લોકોને પરેશાન કરી રહ્યું છે. ઉપરવાસમાં આવતા વરસાદને કારણે સુરત શહેરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ સુરતમાં ખાડીપૂર આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરતમાં ખાડી પૂર માં લોકો પ્રભાવિત છે. તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે. પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપૂરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે. શહેરમાં ખાડીપુરનો ૫મો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. ખાડી પુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાખડી તમાશો કરી રહ્યાં છે.જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે. લોકોનો રોષ હવે બેનરમાં છલકાઇ રહ્યો છે. સોસાયટીના રહીશો દુષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિક નેતાઓ અને શાસકોને લઈને હવે લોકોમાં ભારે અસંતોષ છે. ખાડી કિનારાના પરવત ગામની એક સોસાયટીમાં બેનર લાગી ગયાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ખાડી પુર નો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષ વાળાએ આ લાઈનમાં વોટ માંગવા આવવું નહી. જાેકે, આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડી પુરના પાણી ભરાયા છે અને રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશા કરી રહ્યાં છે તે જાેતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બેનર લાગી શકે છે.

    Post Views: 223
    ખાડીપૂરનો હલ ન થાય ત્યાં સુધી મત માંગવા આવવું નહીં : લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ
    Previous Articleપૂર બાદ ચારેયતરફ ગંદકી જ ગંદકી, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ
    Next Article ૩૪૫ રાજકીય પક્ષો પર લટકતી તલવાર, ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરશે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.