Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવશે તો ફરી હુમલો થશે : ટ્રમ્પ

    ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવશે તો ફરી હુમલો થશે : ટ્રમ્પ

    City Today DailyBy City Today DailyJune 28, 2025

    નવી દિલ્હી, તા.૨૮
    મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ ક્ષેત્રમાં ફરી શાંતિ સ્થાપિત થઈ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળોનો હવાઈ હુમલા દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા છે. જાે જરૂર પડશે તો અમે ફરી ઈરાન પર હુમલો કરવામાં ખચકાઈશું નહીં. જાે ઈરાન ભવિષ્યમાં ફરી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે તો અમેરિકા તેના પર એટેક કરશે. ટ્રમ્પે એ દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈરાનના પરમાણુ સ્થળોને એટલું નુકસાન થયું નથી જેટલો તે દાવો કરી રહ્યા હતા.
    તેમણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અથવા અન્ય કોઈ પ્રતિષ્ઠિત સ્ત્રોત દ્વારા ઈરાનના પરમાણુ સ્થળોના નિરીક્ષણને સમર્થન આપ્યું છે. આ દરમિયાન ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ૧૫ દિવસમાં સમાપ્ત થઈ જશે.
    અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધ બંધ કરવા અને અબ્રાહમ એકોર્ડનો વિસ્તાર કરવા સંમત થયા છે. યુએઈ અને ઇજિપ્તના સહયોગથી ઈઝરાયલના નેતૃત્વમાં ગાઝામાં સરકાર ચલાવવાની પણ વાત થઈ છે.
    ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું જાે ઈરાન ચિંતાજનક સ્તર સુધી યુરેનિયમ સંવર્ધન કરશે તો તો અમારા માટે ચિંતાનો વિષય છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાના પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું ઈરાનના સર્વાેચ્ચ નેતા અલી ખામેનેઈની ટિપ્પણીઓનો ટૂંક સમયમાં જવાબ આપવાનું વિચારી રહ્યા છે. હકીકતમાં, યુદ્ધવિરામ પછી ખામેનેઈએ કહ્યું હતું કે ઈરાને કતારમાં અમેરિકન સૈન્ય મથકનો નાશ કર્યાે છે. આ અમેરિકાના મોઢા પર તમાચો છે.

    Post Views: 260
    ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવશે તો ફરી હુમલો થશે : ટ્રમ્પ
    Previous Article‘ખામનેઈ અમને ન મળ્યા’ નહીંતર ઠાર મારી દેત : ઈઝરાયેલ
    Next Article ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.