Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Wednesday, August 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગાઝામાં સ્થિતિ બેકાબૂ : ૧૫ દિવસમાં હજારો લોકોના મોત, ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ

    ગાઝામાં સ્થિતિ બેકાબૂ : ૧૫ દિવસમાં હજારો લોકોના મોત, ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ

    City Today DailyBy City Today DailyJuly 1, 2025

    ગાઝા,તા.૧
    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના કારણે ઈઝરાયલે ઈરાન પર હુમલા તો અટકાવી દીધા છે, પરંતુ ગાઝા પર હુમલા ચાલુ છે. ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝામાં સ્થિત કેફે, શાળા અને ભોજન વિત્તરણ સ્થળો પર હુમલો કરતાં આશરે ૯૪ લોકો માર્યા ગયા હતાં. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૫ દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના ૧૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઉભુ થયુ છે.
    ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી અત્યારસુધીમાં હુમલામાં ૫૬૫૦૦ પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. ખાલિદ ખેરીએ જણાવ્યું હતું કે, ગાઝામાં પીડા અને ક્રૂરતાનું સ્તર અસહ્ય છે. પેલેસ્ટિનિયનને સામૂહિક ધોરણે મારવામાં આવી રહ્યા છે.
    ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝા પર હુમલો કરતાં કુલ ૯૫ લોકોના મોત થયા હતાં. જેમાંથી ૩૯ના મોત તો એક કેફેમાં જ થયા હતાં. દરિયાકિનારે આવેલા અલ-બાકા કેફે નજીક હુમલો થતાં ૩૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં. આ કેફેમાં ભોજન નહીં પણ મોબાઈલ ચાર્જ અને ઈન્ટરનેટ કનેક્શન મળી રહ્યું હતું. જ્યાં એક સ્થાનિક પત્રકાર ઈસ્માઈલ અબુ હતબ પણ માર્યા ગયા હતાં. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલના ફાઈટર જેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
    ઈઝરાયલના સૈન્ય દળોએ કોઈપણ પ્રકારનું એલર્ટ આપ્યા વિના જ ગઈકાલે હુમલા કર્યા હતાં. તેમણે ટેન્ટમાં આશરો લઈ રહેલા શરણાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ટેન્ટમાં લાશોના ઢગલાં જાેવા મળ્યા હતાં. ઝૈતોન વિસ્તારમાં ભોજન વિત્તરણ કરતા વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો હતો. જ્યાં ૧૩ લોકો માર્યા ગયા હતાં. આ સિવાય ગાઝાના યાફા શાળામાં પણ બોમ્બ ફેંક્યો હતો.
    વ્હાઈટ હાઉસ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હવે ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અને બંધકોને મુક્ત કરવા પર ચર્ચા કરી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર કરાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટ્રમ્પે પણ ગત શુક્રવારે સંકેત આપ્યો હતો કે, આગામી સપ્તાહ સુધી યુદ્ધવિરામ પર સહમતિ મળી શકે છે.

    Post Views: 365
    ૨૩ લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ગાઝામાં સ્થિતિ બેકાબૂ : ૧૫ દિવસમાં હજારો લોકોના મોત
    Previous Article‘RCBના કારણે થઈ નાસભાગ’પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી
    Next Article કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે, ડોગ લાઇસન્સ માટે ચેરમેન અને પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.