Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાહુલ ગાંધી સરન્ડર

    રાહુલ ગાંધી સરન્ડર

    City Today DailyBy City Today DailyJuly 15, 2025

    લખનઉ,તા.૧૫
    લખનઉની એમપી-એમએલએ કોર્ટમાં આજે રાહુલ ગાંધીના એક કેસ મામલો સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે તેમને મોટી રાહત આપી છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય સેના વિશે આપેલા નિવેદન મામલે સુનાવણી હાથ ધરાયા બાદ કોર્ટે તેમને જામીન આપી દીધા છે.
    રાહુલ ગાંધી સુનાવણી માટે અગાઉ પાંચ વખત હાજર થયા ન હતા. તેમને આજે કોર્ટમાં હાજર થવાની છેલ્લી તક હતી. આજે તેઓ પોતે કોર્ટ પહોંચ્યા હતા અને સરેન્ડર કરી દીધું હતું. ત્યારબાદ તેમના વકીલની જામીન અરજીને કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે રાહુલને ૨૦-૨૦ હજાર રૂપિયાની જામીન ભરવા આદેશ આપ્યો અને પછી તેમને છોડી મુક્યા છે.
    વાસ્તવમાં રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૨૨માં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના મામલે વાંધાજનક નિવેદન કર્યું હતું, જેના કારણે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે વખતે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી કહ્યું હતું કે, ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારી રહ્યા છે.
    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલટ વગેરે વિશે પૂછશે. પરંતુ તેઓ ચીન દ્વારા ૨૦૦૦ ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરવા, અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ પ્રશ્ન પૂછશે નહીં. ભારતીય પ્રેસ આ મામલે એક પણ પ્રશ્ન પૂછતું નથી. શું તે સાચું નથી? દેશ આ બધું જોઈ રહ્યો છે. એવું ડોળ ન કરો કે લોકોને ખબર નથી.‘

    Post Views: 496
    રાહુલ ગાંધી સરન્ડર
    Previous Articleકેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રાખવામાં આવી મુલતવી
    Next Article સ્મીમેર હોસ્પિટલની પાર્કિગમાં વગર વરસાદે પાણી ભરાયા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.