Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૨૦૫૦ કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં ઈડીની એન્ટ્રી

    ૨૦૫૦ કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં ઈડીની એન્ટ્રી

    City Today DailyBy City Today DailyJuly 17, 2025

    સુરત, તા.૧૭
    ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં ૨૦૫૦ કરોડના કૌભાંડ અને એના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઈડીએ તમામ ૧૬૪થી વધુ કરંટ એકાઉન્ટ્‌સની સઘન તપાસ શરૂ કરી છે, જેનો ઉપયોગ આ રેકેટમાં થતો હોવાનું મનાય છે. ખાસ કરીને હવાલા મારફત આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો એ અંગેની તપાસ ઈડીની પ્રાથમિકતા છે. પોલીસે અત્યારસુધી એકત્રિત કરેલાં તમામ નિવેદનો, ડોક્યુમેન્ટ્‌સ અને અન્ય પુરાવા ઈડીને સોંપવામાં આવ્યાં છે, જેના આધારે ઈડી પોતાની તપાસને આગળ વધારી રહી છે.
    આ રેકેટનું આંતરરાષ્ટ્રીય જાડાણ ક્યુબા દેશ સાથે હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. આ બાબત કૌભાંડની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે.
    આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરીને કર્યો હતો. સાયબર ફ્રોડની તપાસ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું હતું કે એક આરોપી ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પણ ચલાવે છે. ઈડી હવે માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ફોરેક્સ ટ્રેડિંગના કૌભાંડમાં પણ થયેલા મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ વિશાળ કૌભાંડમાં વધુ એક મહત્ત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. સુરતના ૨૦૫૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં દીપ મુકેશ ખેની (ઉં.વ. ૨૫, રહે. મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા, મૂળ  ભાવનગર)ને ગીર સોમનાથથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ ૨૧ મેના રોજ સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મિત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાં મેળવતા હતા. દરેક ખાતા માટે તેઓ ૧ લાખથી ૭ લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું. આ મેળવેલાં બેંક ખાતાંનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજા દ્વારા સાયબર ક્રાઈમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ઉધના પોલીસે આવાં ૧૬૪ બેંક ખાતાં જપ્ત કર્યાં છે અને વિવિધ બેંકો પાસેથી વિગતો મેળવી છે. ખાસ કરીને આરબીએલ બેંકના ૮૯ ખાતાઓમાં જ કુલ ૨૦૫૦ કરોડના વ્યવહારો જાવા મળ્યા છે, જે કૌભાંડના વિશાળ કદને સ્પષ્ટપણે દર્શાવે છે.

    Post Views: 643
    ૨૦૫૦ કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં ઈડીની એન્ટ્રી
    Previous Articleદુબઈથી ગોલ્ડની દાણચોરીના આરોપી મહમદ રીઝવાન ઐયુબ લીંબાડાને આગોતરા જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ
    Next Article સુરત ફરી ખુબ સુરત : સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી નવો ઈતિહાસ રચ્યો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.