(સિટી ટુડે) સુરત ,તા.17
“શારજહાં (દુબઈ) મુકામેથી ભારત મુકામે ગોલ્ડ (સોનાની) દાણચોરી કરતા હોવાની બાતમીના આધારે DRI ડિપાર્ટમેન્ટ દ્વારા શહેર સુરત મુકામે F.NO. DRI/AZU/SRU/B/INV-11/2023 મુજબનો ગુન્હો રજિસ્ટર કરવામા આવેલ અને તે ગુન્હાના કામે અન્ય આરોપીઓના નિવેદનોના આધારે આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓનુ નામ સંડોવી દેવામા આવેલ, તે ગુન્હાના કામે આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ સુરત.”
બહુ જ ચર્ચીત કેસની વિગત એ રીતની છે કે, તા.૦૭/૦૭/૨૦૨૩ ના રોજ ચાર ભારતીય નાગરીકો શારજહાં મુકામેથી સુરત મુકામે એર ઇન્ડિયા એકપ્રેસ ફલાઈટ દ્વારા સોનાની દાણચોરી કરતા હોવાની બાતમી મળેલ અને ચાર ભારતીય નાગરીકો સોલીડ/પેસ્ટ મારફત સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતારનાર છે અને તેઓ સોનાની દાણચોરી કરવાના ઈરાદાથી ઉતરવાના છે.” તેવી બાતમી મળેલ જે બાતમીના આધારે ડી.આર.આઈ.ના અધિકારીશ્રી નાઓએ તા.૦૮/૦૭/૨૦૨૩ ના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજહાંથી સુરત મુકામે આવેલ એર ઇન્ડિયા ફ્લાઈટમાં મુસાફરી કરતા ચાર ભારતીય નાગરીકો ઉવેશ ઈમ્તીયાઝ શેખ, મોહંમદ શાકીબ મુસ્તાક અહેમદ આતશબાજીવાલા, યાસીર શેખ તથા મારૂફાબાનું યાસીર શેખ નાઓ એરપોર્ટ ઉપર આવેલ અને તેઓની તપાસ કરતા મોહંમદ સાકીબ મુસ્તાક અહેમદ આતશબાજીવાલા નાઓ પાસેથી કુલ ૧૦૮૧૨.૦૬૦ ગ્રામ સોનું મળે આવેલ તથા ઉવેશ ઇતીયાઝ શેખ પાસેથી કુલ ૧૩૦૯૪.૦૯૦ તથા ૧૯૬૩૧. ૧૩૦ ગ્રામ સોનું મળી આવેલ. જે બાબતે કોઈ પાસ પરમીટ કે યોગ્ય પરવાનો મળી આવેલ નહીં જેથી ડી.આર.આઈ.ના અધિકારીશ્રી નાઓએ આરોપીઓની અટક કરેલ તથા આરોપીઓ વિરુધ્ધ નં.DRI/AZU/SRU/B/INV- 11/2023 થી ધી કસ્ટમ એક્ટ – ૧૯૬૨ ની કલમ – ૧૩૫(૧) (a) અને (b) તેમજ ૧૩૫ (૧) (1) (A) & (B) મુજબનો ગુન્હો દાખલ કરેલ અને તે ગુન્હામાં ડી.આર.આઈ.ના અધિકારીશ્રી નાઓ દ્વારા ધરપકડ થયેલ આરોપીઓની પુછપરછ કરતા આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓનુ નામ તપાસમા ખુલેલ તે સંબંધે આરોપી- મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓએ આગોતરા જામીન ઉપર મુક્ત થવાને માટે નામદાર સેશન્સ કોર્ટ સુરતમા, સીનીયર વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા ઝફર કે. બેલાવાલા નાઓ હસ્તક આગોતરા જામીન અરજી કરેલ.
- અરજદાર/શક્દાર – મહમદ રીઝવાનભાઈ ઉર્ફે મૌલાના ઐયુબભાઈ લીંબાડા નાઓ તા.૧૦/૦૭/૨૦૨૫ વિરોધ્ધ “COFFEPOSA” એક્ટ અન્વયે ડિટેન્શનનો હુકમ પણ કરવામા આવેલ છે અને અરજદાર/શકદાર નાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમા તે “COFFEPOSA” એક્ટ અંગેનો ડિટેન્શનનો હુકમ ચેલેન્જ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમા R/SPECIAL CRIMINAL APPLICATION NO.: 8856/2025 થી કરેલ જે અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રી CORAM: HONOURABLE MR. JUSTICE ILESH J. VORA તથા P. M. RAVAL સાહેબશ્રી નાઓએ તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ સુનાવણી માટે આપવતા નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રીનાઓએ સામાવાળા નાઓને નોટીસ ઈશ્યુ કરી ના રોજ સુનાવણી રાખવામા આવેલ છે. અને ત્યારબાદ તા.૧૦/૦૭/૨૦૨૫ ના રોજ વધુ સુનાવણી માટે તા.૧૫/૦૭/૨૦૨૫ ના રોજ રાખવામા આવેલ હતી અને તા.૧૫/૦૭/૨૦૨૫ ના રોજ ઉપરોક્ત “COFFEPOSA”એક્ટ અંગેની પીટીશનમા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં DRI ના તથા “COFFEPOSA” એક્ટ અંગે ડિટેન્શન કરનાર ઓથોરીટીના જાણકાર અધિકારીશ્રી નાઓ તેમના વકીલશ્રી નાઓ સાથે હાજર રહેલ હતા અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, બે તબક્કામાં વિગતવારની સુનાવણી હાથ ધરવામા આવેલ હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સાહેબશ્રી નાઓએ સામાવાળા નાઓને હાલના અરજદાર – મહમદ રીઝવાન ઉર્ફે મૌલાના ઐયુબભાઈ લિંબાડા નાઓની વિરૂધ્ધ કરવામા આવેલ “COFFEPOSA” ડિટેન્શન ઓર્ડરના કારણો બાબતે આગામી તા.૩૦/૦૭/૨૦૨૫ ના રોજ એફીડેવીટ રજુ કરવાને માટે જણાવવામા આવેલ છે.
- આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા તર્ફે સીનીયર વકીલશ્રી કલ્પેશ એસ. દેસાઈ તથા ઝફર કે. બેલાવાલા નાઓની દલીલ એ રીતની હતી કે,
• આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા વેપાર તથા ખેતી કરતા આવેલ હોય અને દુબઈ મુકામે “હબ્બતુલ બરખા” ના નામથી ફ્રુટ તથા શાકભાજી વેચાણ કરવાનો વેપાર ધંધો કરતા આવેલ.
• ઉપરોક્ત ગુન્હાના કામે સ્થળ ઉપરથી ધરપકડ થયેલ. ૪(ચાર) આરોપીઓના કબુલાતરૂપી નિવેદનમાં આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓનું કોઈ પણ જગ્યાએ જણાવવામાં આવેલ નથી.
• હાલના ગુનાના કામે પાછળથી ધરપકડ થયેલ આરોપી નામે – ફરહાન ઝાકીરહુસેન પટેલ નાઓના કબુલાતરૂપી નિવેદનમાં સૌ પ્રથમ વખત આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓનુ નામ ખુલેલ અને આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓને હાલના ગુનાના કામે સંડોવણી કરવામાં આવેલ.
• ત્યારબાદ DRI ના ત.ક.અધિકારીશ્રી નાઓએ અન્ય આરોપી – ફરહાન પટેલના નિવેદનના આધારે આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓના રહેઠાણના સ્થળે જઈ સર્ચ કરી પંચનામુ કરેલ.
• સદર સર્ચ તથા પંચનામામાં આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓના પત્ની – રઝીયા મોહમદ રીઝવાન લિંબાડા નાઓએ સર્ચ તથા પંચનામા દરમ્યાન ડી.આર.આઈ.ના ત.ક.અમલદારને તપાસમાં સંપુર્ણ સાથ અને સહકાર આપેલ હતો.
• આ સર્ચ તથા પંચનામાની કાર્યવાહી દરમ્યાન આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓના ઘરમાંથી કોઈ ગુનાહિત ચીજવસ્તુ કે કોઈ કહેવાતી આક્ષેપિત બાબત ગોલ્ડ સ્મલીંગ બાબતેના કોઇ લેશમાત્ર પુરાવાઓ મળી આવેલ નથી.
• હાલના ગુન્હાના કામે ધરપકડ થયેલ આરોપીઓ સાથે આરોપી- મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓ કોઈપણ રીતે સંપર્કમાં ન હતા.
• હાલના આરોપી કોઈપણ રીતે હાલના ગુન્હાના કામે સંડોવાયેલા ન હતા.
• આ ગુન્હાના કામે ધરપકડ થયેલ તમામ આરોપીઓને નામદાર ચીફ કોર્ટ, નામદાર સેશન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ નાઓએ જુદા જુદા હુકમોથી જામીન ઉપર મુક્ત કરેલ છે. તે સંજોગોમાં સમન્યાયના સિધ્ધાંતો (લો ઓફ પેરીટી) ના આધારે હાલના આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવો જોઈએ તેવી ભારપુર્વકની રજુઆત કરેલ હતી.
નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ ઉપરોક્ત દલીલો તથા કેસ પેપર્સો ધ્યાને લઈ આરોપી- મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ.
આરોપી – મહમદ રીઝવાનભાઈ ઐયુબભાઈ લીંબાડા નાઓ તર્ફે જામીન અરજીની સફળ રજુઆતો સીનીયર વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા ઝફર કે. બેલાવાલા નાઓએ કરેલ છે.