સુરત,તા.૧૭
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ થયું હતું. ભારતના સૌથી સ્વચ્છ શહેરે તરીકે, સુરત શહેરે “સુપર સ્વચ્છ લીગ” માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે ૧૭ જુલાઈ ૨૦૨૫ના રોજ આયોજિત સ્વચ્છ ભારત મિશનના વિશેષ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ઉત્તમ સ્વચ્છતા કાર્ય માટે માનનીય રાષ્ટ્રપતિ મહોદયાએ એવોર્ડ એનાયત કર્યો.
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ એવોર્ડની આજે ૧૭ જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. ૧૦ લાખથી ઉપરની વસતિ ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. ૨૦૧૫માં અમદાવાદનો નંબર ૧૫મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોર પહેલો નંબર જાળવી રાખ્યો છે. જ્યારે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ(નવી કેટેગરી)માં બીજો રેન્ક આપવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતનાં ત્રણ શહેરનો સમાવેશ થયો છે, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટાં શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.
અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ ૩ લાખથી ૧૦ લાખની વસતિની કેટેગરીમાં ભાવનગરે ચોથો રેન્ક મેળવ્યો છે. આ જ કેટેગરીના જૂનાગઢ (૧૯મી રેન્ક), જામનગર(૨૬ મી રેન્ક) પાછળ રહી ગયા છે. જ્યારે વાપીએ પાંચમો અને માત્ર ૨૦ હજારની વસતિ ધરાવતા ખેડાના કંજરીએ છઠ્ઠો નંબર મેળવ્યો છે. આમ, કંજરીએ જામનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, ઉના, પાલનપુર, પાટણ અને ઊંઝા જેવાં મોટાં શહેરોને પછાડ્યાં છે. રાજ્યનાં ૧૬૧ શહેરમાંથી કોણે કેટલામો નંબર મેળવ્યો એ જણાવી રહ્યા છીએ.
આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઇવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો-નેતાઓ હાજર રહ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં ગુજરાતના ત્રણ શહેરને એવોર્ડ મળ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે. રાજકોટ ૨૯માં ક્રમેથી ૧૯માં ક્રમ ઉપર આવ્યું છે. ગારબેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે. જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે ૧થી ૧૦માં રેન્ક લાવવા માટે મ્યુ. કમિશનરેની તૈયારી બતાવી છે.
