Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન

    સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન

    City Today DailyBy City Today DailyJuly 18, 2025

    સુરત, તા.૧૮
    સુરતમાં ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે. આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની બેઠક યોજાઈ હતી, ત્યારે બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડી આસપાસનાં દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછાના બૂટભવાની નજીક કોયલી ખાડીની આસપાસનાં ૬ જેટલાં બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવ્યાં છે. ખાડીના પટમાં કુલ ૨૬ જેટલાં બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે. આ ડિમોલિશન કામગીરીમાં ૧૦૦થી વધુ પાલિકાના કર્મચારીઓ અને ૧૫૦થી વધુ પોલીસકર્મીઓનો કાફલો જોડાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે એ માટે મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પોલીસ, ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે.
    અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડિમોલિશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે એવી શક્યતા છે. શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો હતો, પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા. હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેણને નડતરરૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે, જેથી ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યાથી સુરતને મુક્તિ મળી શકે.

    Post Views: 637
    સુરત શહેરમાં ખાડીપૂર નિવારવા મેગા ડિમોલિશન
    Previous Articleચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા જ I.N.D.I.A.માં તિરાડ પડી
    Next Article મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી, દાઉદ સુલેમાન પટેલની અપીલ ખર્ચ સહિતના મંજુર કરતો વકફ ટ્રિબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.